LJP: કાકાના ષડયંત્રથી તૂટી ગયું ચિરાગનું દિલ, કહ્યું- હવે આ લડાઈ લાંબી ચાલશે

ચિરાગ પાસવાને કહ્યુ કે, પિતાના નિધન બાદ નહીં પરંતુ કાકાના ષડયંત્ર બાદ હું અનાથ થઈ ગયો છું. તેમને (પશુપતિ પારસ) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવાનો કોઈ અધિકાર નથી. આ એક લાંબી લડત છે જે હજુ ચાલુ રહેશે.

 LJP: કાકાના ષડયંત્રથી તૂટી ગયું ચિરાગનું દિલ, કહ્યું- હવે આ લડાઈ લાંબી ચાલશે

નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) માં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચિરાગ પાસવાન (chirag paswan) એ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીમાં ચાલી રહેલી ગતિવિધિઓને લઈને પોતાનો પક્ષ સામે રાખ્યો છે. ચિરાગે મોટો આરોપ લગાવતા કહ્યુ કે, જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ) દ્વારા અમારી પાર્ટી તોડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. 

ચિરાગ પાસવાને કહ્યુ કે, બિહાર ચૂંટણી દરમિયાન, તેની પહેલા પણ, ત્યારબાદ પણ કેટલાક લોકો દ્વારા અને ખાસ કરી જનતા દળ યુનાઇટેડ દ્વારા અમારી પાર્ટીને તોડવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતા. મારી પાર્ટીએ સમર્થનની સાથે ચૂંટણી લડી. કેટલાક લોકો સંઘર્ષના રસ્તે ચાલવામાટે તૈયાર નહતા. મારા કાકાએ ખુદ ચૂંટણી પ્રચારમાં કોઈ ભૂમિકા ભજવી નહીં. મારી પાર્ટીના અન્ય સાંસદો પણ પોતાની વ્યક્તિગત ચૂંટણીમાં વ્યસ્ત હતા. 

— ANI (@ANI) June 16, 2021

આ બધુ ત્યારે થયું જ્યારે હું બીમાર હતોઃ ચિરાગ
એલજેપી નેતા ચિરાગ પાસવાને કહ્યુ કે, આ બધુ ત્યારે થયું જ્યારે હું બીમાર હતો. મેં તે સમયે મારા કાકા સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. તેમણે કહ્યું કે, ગૃહના નેતાની નિમણૂક પાર્લામેન્ટ્રી બોર્ડનો નિર્ણય છે, ન કે હાલના સાંસદ. એવા સમાચાર આવ્યા કે મને પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યો છે. પાર્ટીના બંધારણ અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષને માત્ર ત્યારે હટાવી શકાય જ્યારે તેનું મૃત્યુ થાય અથવા તે રાજીનામુ આપે. 

ચિરાગ પાસવાને કહ્યુ કે, બિહાર ચૂંટણીમાં અમને 6 ટકા મત મળ્યા અને 25 લાખ મત. હું માનુ છું કે જો અમે ભાજપ અને જેડીયૂ સાથે ચૂંટણી લડ્યા હોત તો લોકસભા ચૂંટણી જેવું પરિણામ આવત. પરંતુ મારે નીતીશ કુમારની સામે નતમસ્કત થવુ પડત. વિધાનસભા ચૂંટણી દરમિયાન અમારી પાર્ટીના કેટલાક નેતા, જેમાં મારા કાકા પણ સામેલ હતા, તે પોત-પોતાની અંગત લડાઈ લડી રહ્યાં હતા ન કે પાર્ટીની. તેણે કહ્યું કે, મને તે વાતનું દુખ છે કે હું બીમાર થયો તો આ બધુ થયું. મેં અંત સુધી પ્રયાસ કર્યો કે પરિવાર તૂટે નહીં. 

કાકાએ કહ્યું હોત તો સંસદીય દળના નેતા બનાવી દેત
પાસવાને કહ્યુ કે, જો મારા કાકાએ મને કહ્યું હોત કે તે સંસદીય દળના નેતા બનવા ઈચ્છે છે તો હું તૈયાર થયો હોત. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news