Bihar Election: પોતે હારીને પણ ચિરાગ પાસવાને BJP ને અપાવી ભવ્ય જીત, જાણો કઈ રીતે
Trending Photos
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટીને ફક્ત એક જ સીટ મળી અને પાર્ટીએ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ ચિરાગ પાસવાને પોતે હારીને પણ ભાજપને મોટી જીત અપાવી દીધી. ભાજપને આ વખતે બિહાર ચૂંટણીમાં 74 બેઠકો પર જીત મળી. જ્યારે નીતિશકુમારની પાર્ટી જેડીયુએ 43 બેઠકો મેળવી. આવો જાણીએ કઈ રીતે ચિરાગ પાસવાને ભાજપને ફાયદો પહોંચાડ્યો.
વોટર્સને મહાગઠબંધનમાં જતા રોક્યા
15 વર્ષથી સતત બિહારમાં નીતિશકુમારની સરકાર છે અને જનતાને સરકાર પ્રત્યે ખુબ નારાજગી હતી. આવામાં વોટર્સ મહાગઠબંધનના પક્ષમાં જઈ શકે તેમ હતા, પરંતુ લોજપાએ આ મતોને મહાગઠબંધનમાં જતા રોક્યા. આ ઉપરાંત ચિરાગ પાસવાનની પાર્ટીએ બે ડઝનથી વધુ સીટો પર જેડીયુને સીધુ નુકસાન પહોંચાડ્યું અને તેનો ફાયદો ભાજપને થયો. જે એનડીએની નંબર એક પાર્ટી બની ગઈ.
શું ભાજપે બનાવી હતી આ રણનીતિ?
ચૂંટણી નોટિફિકેશન બહાર પડ્યા પછી ચિરાગ પાસવાને એકલા ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને નીતિશકુમાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો. જો કે તેઓ ક્યારેય ભાજપ વિરુદ્ધ નહતા. લોજપાએ જેડીયુ વિરુદ્ધ ઉમેદવારો ઉતાર્યા. ભાજપના અનેક બળવાખોર ઉમેદવારોને ટિકિટ આપી. ત્યારબાદ એવી ચર્ચા થઈ હતી કે નીતિશ સરકારથી નારાજ મતદારોને વિપક્ષ તરફ ઝૂકતા અટકાવવા માટે ભાજપે આ રણનીતિ બનાવી છે.
આગળ શું છે ચિરાગનું પ્લાનિંગ
બિહારમાં હાર બાદ ચિરાગનું આગળ પ્લાનિંગ કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થવાનું છે. કહેવાય છે કે તેઓ પોતાના પિતાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી બનવા માંગે છે. આ ઉપરાંત પિતાની જગ્યાએ માતાને રાજ્યસભા મોકલવા પણ ઈચ્છે છે.
बिहार की जनता ने आदरणीय @narendramodi जी पर भरोसा जताया है।जो परिणाम आए हैं उससे यह साफ़ है की भाजपा के प्रति लोगो में उत्साह है।यह प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की जीत है।
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) November 10, 2020
ભાજપના પ્રદર્શનથી ખુશ, ટ્વીટ કરીને કહી આ વાત
ભાજપના શાનદાર પ્રદર્શનથી જો કે ચિરાગ પાસવાન ખુબ ખુશ છે. તેમણે ટ્વીટ કરીને ભાજપને જીતની શુભેચ્છા પાઠવીને પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે 'બિહારની જનતાએ આદરણીય નરેન્દ્ર મોદીજી પર ભરોસો વ્યક્ત કર્યો છે. જે પરિણામ આવ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે ભાજપ પ્રત્યે લોકોમાં ઉત્સાહ છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જીત છે.' અત્રે જણાવવાનું કે ચિરાગ પાસવાન પોતાને પીએમ મોદીના હનુમાન ગણાવી ચૂક્યા છે. ચૂંટણી તૈયારીઓ વચ્ચે તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની જાતને પીએમ મોદીના હનુમાન સમજે છે.
ચિરાગ પાસવાનની એલજેપી માટે ચૂંટણી પરિણામ ખાસ નથી પરંતુ તેમને લાગે છે કે પાર્ટી મજબૂત થઈ છે. તેમનું કહેવું છે કે તમામ એલજેપી ઉમેદવારો કોઈ પણ ગઠબંધન વગર પોતાના દમ પર ચૂંટણી લડ્યા. પાર્ટીનો વોટશેર વધ્યો છે. એલજેપી આ વખતે ચૂંટણીમાં બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટના સંકલ્પ સાથે ઉતરી હતી. પાર્ટી દરેક જિલ્લામાં મજબૂત થઈ છે. જેનો લાભ પાર્ટીને ભવિષ્યમાં ચોક્કસ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે