CDS બિપિન રાવતે જણાવ્યુ- કેમ પૂર્વી લદ્દાખમાં ચીનથી વધુ મજબૂત છે ભારત
રાવતે તે પણ કહ્યું કે, ભારતે ચીનની દરેક ગતિવિધિ પર નજર રાખવી પડશે અને તેમ કરવામાં પણ આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આવુ કરવા માટે એલએસી પર હાજરી રાખવી પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતે કહ્યુ કે, પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ભારત ચીનના મુકાબલે વધુ મજબૂત સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, પાછલા વર્ષે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ ચીનને તેની નબળાઈઓ વિશે પણ જાણવા મળ્યું છે અને ત્યારબાદ તે પોતાની સેનામાં ફેરફાર કરવામાં લાગ્યું છે. તે પૂછવા પર કે શું સેના માટે નોર્ધન ફ્રંટ પ્રાથમિકતા છે કે વેસ્ટર્ન? રાવતે કહ્યું કે, બન્ને બરાબર છે.
એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં બિપિન રાવતે એલએસીની આસપાસ પીએલએની ગતિવિધિઓને લઈને કહ્યું- ભારતની સાથે સરહદ પર ચીની તૈનાતીમાં ફેરફાર થયો છે, ખાસ કરી ગલવાન અને બીજા વિસ્તારમાં મે અને જૂન 2020માં જે થયું. ત્યારબાદ તેને અનુભવ થયો કે તેને વધુ તાલીમ અને સારી તૈયારીઓની જરૂર છે.
#WATCH| I would say both fronts remain priority for us: Chief of Defence Staff General Bipin Rawat on being asked, which is the main priority for him Northern Front or Western Front. pic.twitter.com/FbMFZrnbHW
— ANI (@ANI) June 22, 2021
સીડીએસ રાવતે આગળ કહ્યુ- તેમના સૈનિક મુખ્ય રીતે સિવિલિયન્સથી આવે છે, તેમને ઓછા સમય માટે જોડવામાં આવે છે. આ રીતે વિસ્તારમાં લડવા અને ઓપરેશન માટે તેમની પાસે વધુ અનુભવ હોતો નથી. આ એક મુશ્કેલ અને પહાડી ક્ષેત્ર છે. તમારે તેના માટે વિશેષ ટ્રેનિંગની જરૂર હોય છે, જેમાં આપણા સૈનિક વધુ મજબૂત છે, કારણ કે પહાડો પર યુદ્ધની આપણી ટ્રેનિંગ વધુ છે. આપણે પહાડો પર સંચાલન કરીએ છીએ અને સતત આપણી હાજરી હોય છે.
રાવતે તે પણ કહ્યું કે, ભારતે ચીનની દરેક ગતિવિધિ પર નજર રાખવી પડશે અને તેમ કરવામાં પણ આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આવુ કરવા માટે એલએસી પર હાજરી રાખવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે