ફીફા વર્લ્ડ કપ 2018: આ 6 ખાસ રેકોર્ડ માટે રાખવામાં આવશે યાદ

ક્રોએશિયા પર ફ્રાન્સની દમાકેદાર જીતની સાથે ફીફા વર્લ્ડ કપ 2018નું સમાપન થયું.

ફીફા વર્લ્ડ કપ 2018: આ 6 ખાસ રેકોર્ડ માટે રાખવામાં આવશે યાદ

નવી દિલ્હીઃ ક્રોએશિયા પર ફ્રાન્સની દમાકેદાર જીતની સાથે ફીફા વર્લ્ડ કપ 2018નું સમાપન થયું. દર વખતની જેમ આ વખતે વર્લ્ડ કપ પણ ખાસ રહ્યો. દુનિયાએ ક્રોએશિયા જેવા નાના દેશની શાનદાર ગેમ જોઈ, બીજીતરફ મજબૂત ટીમ અને નામચિન્હ ખેલાડીઓને આસાનીથી ધરાશાયી થતા પણ જોયા. આ વિશ્વકપમાં ક્યા રેકોર્ડ બન્યા અને તૂટ્યા જુઓ- 

ઘણા બધા ગોલ્સ
ફીફા વર્લ્ડ કપમાં કુલ 64 મેચ રમાઇ, જેમાં તમામ ટીમોએ મળીને 169 ગોલ કર્યા. માત્ર એક મેચ તેવી રહી જેમાં એકપણ ગોલ ન થયો. આ રીતે પ્રતિ મેચ ગોલની એવરેજ 2.6 રહી. 

વધુ પેનલ્ટી
વીડિઓ આસિસ્ટન્ટ રેફરી (વીએઆર) સિસ્ટમને કારણે આ વિશ્વપમાં અત્યાર સુધી સૌથી વધુ પેનલ્ટી (29) થઈ. આ પહેલા 2002માં સૌથી વધુ પેનલ્ટી થઈ હતી. પરંતુ આ વખતે તેનાથી વધુ 11 પેનલ્ટી હતી. પેનલ્ટીનો સૌથી વધુ ફાયદો ઈંગ્લેન્ડના હેરી કેને ઉઠાવ્યો. તેણે 6 ગોલ કર્યા હતા, જેમાં ત્રણ પેનલ્ટીની મદદથી થયા હતા. 

સૌથી યુવા અને સૌથી વૃદ્ધનો સંગમ
ફ્રાન્સના એમ્બાપ્પે (19 વર્ષ)એ વર્લ્ડ કપમાં ગોલ ઈતિહાસ રચી દીધો છે. બ્રાઝીલના ખેલાડી પેલે (1958) બાદ આમ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. પેલેએ 17 વર્ષની ઉંમરે વર્લ્ડકપમાં ગોલ કર્યો હતો. બીજીતરફ મિસ્ત્રના ગોલકીપર ઇસામ અલ હૈદરી (45 વર્ષ) વર્લ્ડ કપ રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. 

એક્સ્ટ્રા ટાઇમમાં મેચ પલટવામાં માહિર ક્રોએશિયા
ફાઇનલમાં ફ્રાન્સ સામે હારનારી ટીમ ક્રોએશિયાની ટીમ પ્રથમ તેવી ટીમ છે જેણે વર્લ્ડ કપ મેચોમાં મળેલા વધારાના સમયમાં મેચ પલ્ટીને સૌથી વધુ (3) જીત મેળવી. 

ક્રોએશિયાએ જીત્યું દિલ
ક્ષેત્રફળમાં હિમાચલ પ્રદેશ જેટલા મોટા ક્રોએશિયાની જનસંખ્યા માત્ર 40 લાખ છે. તેમ છતા વિશ્વકપમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું. 68 વર્ષ બાદ આટલો નાનો દેશ વિશ્વકપના ફાઇનલમાં પહોંચ્યો હતો. આ પહેલા 1950માં ઉરુગ્વેએ આમ કર્યું હતું. 

સૌથી ઓછા રેડ કાર્ડ
વીએઆર સિસ્ટમને કારણે ખેલાડીઓએ નિયમો તોડવામાં ભલાઇ રમજી. હિંચસ આચરણ માટે વિશ્વકપમાં કોઇને રેડ કાર્ડ ન દેખાડવામાં આવ્યું. હા ચારને બેદખલ જરૂર કરવામાં આવ્યા. વર્લ્ડ કપના 40 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર આટલા ઓછા રેડ કાર્ડ મળ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news