ભારતને S-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર ગભરાયા પાડોશી, ચીન અને પાકે કરી આ ડીલ

ચીનની તરફથી પાકિસ્તાનને 48 ઉચ્ચ ગુણવત્તાવાળા આધુનિક ડ્રોન વેચવામાં આવશે. આ ડ્રોન કોઇપણ ઋતુમાં ઉડાવી શકાય છે.

ભારતને S-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર ગભરાયા પાડોશી, ચીન અને પાકે કરી આ ડીલ

નવી દિલ્હી: ભારત અને રૂસમાં થયેલા કરારના અંતર્ગત ભારતને એસ-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર ચીન તેમજ પાકિસ્તાન બન્ને પાડોશી દેશો ગભરાઇ ગયા છે. એવામાં પાકિસ્તાને ચીન પાસેથી ઉચ્ચ શ્રેણીના 48 ડ્રોન ખરીદવાની યોજના બનાવી છે. ચીને આ ડીલની સત્તાવાર જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની તરફથી પાકિસ્તાનને 48 ઉચ્ચ ગુણવત્તાવાળા આધુનિક ડ્રોન વેચવામાં આવશે. આ ડ્રોન કોઇપણ ઋતુમાં ઉડાવી શકાય છે. જોકે આ સોદો કેટલાનો થશે તેના વિશે હજુ સુધી કોઇ જાણકારી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય થે કે અમેરિકાના એમક્યૂ 1 પ્રિડિએટર ડ્રોન ભારત ખરીદવા માંગે છે. આ વિશે પર બન્ને દેશો વચ્ચે વાત ચાલી રહી છે.

ચીન અને પાકિસ્તાન પહેલાથી મળીને બનાવી રહ્યા છે એરક્રાફ્ટ
ચીનની તરફથી પાકિસ્તાનને વેચવામાં આવતું ડ્રોનનું નામ વિંગ લુંગ 2 છે. આ ઉચ્ચ શ્રેણીના તપાસ કરનાર ડ્રોન છે. આ ડ્રોનથી જરૂર પડવા પર હુમલો પણ કરી શકાય છે. આ ડ્રોનને ચીનની કંપની ચૈંગદૂ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રિયલ કંપનીએ બનાવ્યું છે. ત્યારે ચીનના સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સનું માનીએ તો આવતા થોડા સમયમાં ચીન અને પાકિસ્તાન મળીને આ ડ્રાનનું ઉત્પાદન પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આજના સમયમાં પાકિસ્તાનની સેનાને સૌથી વધુ હથિયાર સપ્લાય ચીન જ કરે છે. બન્ને દેશ મળીને પહેલાથી જ જેફ થંડર નામનું સિંગલ એન્જિન મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવી રહ્યાં છે.

ચીનના ડ્રોન સોદાની સૌથી મોટી ડીલ છે આ
ચીનના ડ્રાન સપ્લાઇની આ સૌથી મોટી ડીલ છે. ઉલ્લેખનીય છે કે ચીને માત્ર 10 મહિલાના પહેલા જ આ ડ્રોનનું પ્રથમ ઉડાન પરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ આ ડ્રોનથી ઘણી જગ્યાઓ પર ફાયરિંગ ટેસ્ટ પરણ કરવામાં આવ્યો છે. ચીનની સુરક્ષા મામલાના જાણકાર શાંગ જાંગપિંગના જણાવ્યા અનુસાર અમેરિકાના એમક્યૂ-1 પ્રિડિએટર ડ્રોન ટેકનિકલ રીતે ચીનના ડ્રોનથી ઘણું એડવાન્સ છે. પરંતુ અમેરિકા આ ડ્રોનને ઘણી ઓછા પ્રમાણમાં બીજા દેશોને આપે છે. એવામાં ચીનમાં બનેલા ડ્રોન સસ્તા અને ઉપયોગી હોવાના કારણે આવનારા સમયમાં ઘણા દેશ તે ખરીવા માંગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news