દીપિકાની આ તસવીર પાછળની હકીકત ઉડાવી દેશે મોટીમોટી હિરોઇનોની નિંદર

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લગ્નની ચર્ચાનો ધમધમાટ છે

દીપિકાની આ તસવીર પાછળની હકીકત ઉડાવી દેશે મોટીમોટી હિરોઇનોની નિંદર

મુંબઈ : 'પદ્માવત' સ્ટાર દીપિકા પાદુકોણે સોમવારે સાંજે આમિર ખાનના ઘરની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત પછી તે ઘરે જતી વખતે ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મુલાકાતને પગલે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે દીપિકા અને આમિર ટૂંક સમયમાં કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરતા જોવા મળશે. આ ચર્ચાને પગલે અનેક ટોચની હિરોઇનોની રાતોની નિંદર ઉડી ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લગ્નની ચર્ચાનો ધમધમાટ છે. રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા-રણવીર નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબર, 2018ના દિવસે પોતાના લગ્નની જાહેરાત કરી શકે છે. જણાવી દઈએ કે, બંને નવેમ્બરમાં ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરશે તેવી અટકળો ઘણા સમયથી છે. જોકે લગ્નની ચર્ચા વચ્ચે દીપિકાએ પોતાની કરિયર મામલે રસપ્રદ નિર્ણય લીધા છે જેમાં એક ફિલ્મની પસંદગી તો રણવીર સિંહની નિર્ણય ઉડાવી શકે છે કારણ કે એમાં દીપિકાનો હીરો છે તેનો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર. 

મળતી માહિતી દીપિકા હવે જે બે ફિલ્મોમાં દેખાવાની છે એમાંથી એક ફિલ્મ છે મેઘના ગુલઝારની આગામી ફિલ્મ. આ ફિલ્મમાં તે એસિડ એટેક સર્વાઇવરનો રોલ ભજવી રહી છે. આ ફિલ્મ સિવાય બીજી ફિલ્મ છે ફિલ્મમેકર લવ રંજનની આગામી ફિલ્મ. આ ફિલ્મમાં તે એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર અને અજય દેવગન સાથે કામ કરે એવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news