અરૂણાચલ પ્રદેશના 5 યુવકોને ચીને ભારતને સોંપ્યા, 2 સપ્ટેમ્બરથી હતા ગુમ

અરૂણાચલ પ્રદેશ (arunachal pradesh)થી 2 સપ્ટેમ્બરના ગુમ થયેલા 5 યુવકોને ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)એ ભારતને સોંપ્યા છે. યુવાનોને સોંપતા પહેલા ચીનના પ્રચારી અખબાર ગ્લાબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે તે ભારતીય સેનાના જાસૂસ છે. પરંતુ ભારતીય સેનાના સતત દબાણ બાદ PLA તેમને સોંપવા સંમત થયું છે.
અરૂણાચલ પ્રદેશના 5 યુવકોને ચીને ભારતને સોંપ્યા, 2 સપ્ટેમ્બરથી હતા ગુમ

ઇટાનગર: અરૂણાચલ પ્રદેશ (arunachal pradesh)થી 2 સપ્ટેમ્બરના ગુમ થયેલા 5 યુવકોને ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)એ ભારતને સોંપ્યા છે. યુવાનોને સોંપતા પહેલા ચીનના પ્રચારી અખબાર ગ્લાબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે તે ભારતીય સેનાના જાસૂસ છે. પરંતુ ભારતીય સેનાના સતત દબાણ બાદ PLA તેમને સોંપવા સંમત થયું છે.

જણાવી દઇએ કે, આ પહેલા કેન્દ્રીય રમત ગમત મંત્રી (સ્વતંત્ર પ્રભાર) કિરણ રિજિજૂએ શુક્રવારના ટ્વીટ કરી કહ્યું હતું કે, ચીન શનિવારના અરૂણાચલ પ્રદેશના પાંચ યુવકોને ભારત સરકારને સોંપી રહ્યું છે. આ યુવક આ મહિનાની શરૂઆતમાં ભૂલથી ચીનની સીમામાં પ્રવેશી ગયા હતા. પાંચે યુવક 2 સપ્ટેમ્બરથી ગુમ હતા. બાદમાં જાણવા મળ્યું કે, તે ભૂલથી ચીનની સીમામાં પ્રવેશી ગયા છે. ત્યારબાદ ભારતીય સેનાએ હોટલાઇન દ્વારા ચીનની સેનાથી તેમને પરત કરવાની અપીલ કરી હતી.

સેનાની તેજપુર છાવણીના પ્રવક્તાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે પાંચ યુવકોને શનિવાર સવારે 9.30 વાગ્યે અરૂણાચલના દમાઇમાં ભારતીય સેનાને સુપુર્દ કરવામાં આવ્યા. આ સૂચના સામે આવ્યા બાદ ઘણા લોકો ટ્વીટ કરી પાંચ યુવાનોના સફળ પરત બદલ અભિનંદન પાઠવ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news