અરૂણાચલ નજીક ચીને તૈનાત કરી સીક્રેટ ગાઇડેડ મિસાઇલ યૂનિટ, શું કરશે મોદી સરકાર?
https://zeenews.india.com/gujarati/indiaચીનની પીએલએની બોર્ડરથી અડીને આવેલા વિસ્તારમાં તેમના ઘણા નવા મિલેટ્રી કેમ્પ બનાવ્યા છે. ત્યારે નવી જાણકારી અનુસાર અરૂણાચલ પ્રદેશની નજીક 900 કિલોમીટર દૂર ચીનના યુક્સીમાં સીક્રેટ ગાઇડેડ મિસાઇલ યૂનિટ હોવાની ગુપ્ત માહિતી સામે આવી છે.
Trending Photos
નવી દિલ્હી: ડોકલામને લઇ ભારત અને ચીનનો વિવાદ ભલે શાંત પડી ગયો હોય, પરંતુ પાડોસી દેશ સતત સીમાવર્તી વિસ્તારમાં સંરક્ષણ તૈયારીઓને મજબૂત કરવામાં લાગ્યો છે. જ્યાં ચીનની પીએલએની બોર્ડરથી અડીને આવેલા વિસ્તારમાં તેમના ઘણા નવા મિલેટ્રી કેમ્પ બનાવ્યા છે. ત્યારે નવી જાણકારી અનુસાર અરૂણાચલ પ્રદેશની નજીક 900 કિલોમીટર દૂર ચીનના યુક્સીમાં સીક્રેટ ગાઇડેડ મિસાઇલ યૂનિટ હોવાની ગુપ્ત માહિતી સામે આવી છે. ચીન સેનાના સાઉથર્ન થિએટર કમાન્ડના અંતર્ગત આવનાર યુનાન પ્રોવિંસના યુક્સીનું રાજકીય રીતે ઘણુ મહત્વ છે. ત્યારે સમજવા જેવી વાત છે કે ચીનની આ હરકત એવા સમયે સામે આવી છે જ્યારે શનિવારે પ્રધાનમંત્રી અરૂણાચલના પ્રવાસે છે.
ગુપ્ત રિપોર્ટ અનુસાર ચીને યુક્સીમાં ‘622 મિસાઇલ બ્રિગેડ’ને તૈનાત કરી છે. જે ગાઇડેડ મિસાઇલોથી લેસ છે. ચીન આ નવા બેસ પર દૂર સુધી અટેક કરનાર મિસાઇલ્સને તૈનાત કરી રહ્યાં છે. આમ તો ભારતની સામે ચીન તેમના વેસ્ટર્ન થિએટર કમાન્ડને પહેલાથી જ મજબૂત બનાવી ચૂક્યા છે અને હવે સાઉર્થન થિએટર કમાન્ડમાં નવી મિસાઇલ બ્રિગેડની જાણકારી સામે આવ્યા બાદ ભારતીય એજન્સી આ નવા ડેવલ્પમેન્ટ પર સતત નજર રાખી રહી છે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં તૈનાત એક અધિકારીના જણાવ્યા અનુસાર, ‘યૂક્સી ભારતની નજીક છે અને ત્યાં ચીન મિસાઇલ બ્રિગેડની જાણકારી આવ્યા બાદ અમે તે સમજવું પડશે તે તેના પાછળ ચીન સેનાનો ઉદેશ્ય શું છે. અમે તે પણ જાણકારી મેળવી રહ્યાં છે કે 622 મિસાઇલ બ્રિગેડની પાસે હાલમાં આ સમયે કઇ કઇ મિલાઇલ છે અને તેમની રેન્જ શું છે.’
સામાન્ય રીતે સાઉથર્ન થિએટર કમાન્ડની હદમાં ચીનના સાઉથી ચીન સી ફ્લીટ, ગ્વાંગડોંગ, ગુંગક્સી, હુનાન અને યુનાન આવે છે. સંરક્ષણ જાણકાર ચીનના આ નવા ઓર્ડર ઓફ બેટલને સમજવામાં લાગ્યું છે. ઓર્ડર ઓફ બેટલનો ઉદેશ્ય એ હોય છે કે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશની સેના કઇ બાજુએથી પોતાનું સંરક્ષણ સંસધાનોનો ઉપયોગ કરે છે.
પીપલ લિબરેશન આર્મી રોકેટ ફોર્સ એટલે કે (પીએલએ રોકેટ ફોર્સ) 622 મિસાઇલ બ્રિગેડના વિશે ગુપ્ત એજન્સી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ચીનની પાસે જુદા જુદા રેન્જ સુધી હુમલો કરનાર મિસાળ છે, જે 205 કિલોમીટરથી લઇને હજારો કીલોમીટર દુર સુધી કોઇ પણ ટાર્ગેટને ઉટાવી શકે છે.
જો કે, ભારત પણ સતત તેમની મિસાઇલ પ્રોગ્રામને મજબૂત કરવામાં લાગ્યું છે. ભારત તેમની અંતર મહાદ્વિપીય બેલિસ્ટિક મિસાઇ પ્રણાલી અગ્નિ-5ને સેનામાં સામેલ કરવામાં લગેલું છે. અગ્નિ-5 મિસાઇલ્સ ચીનની કોઇ પણ વિસ્તારના લક્ષ્યને ભેદી શકે છે. અગ્નિની સૌથી ખાસ વાત એ છે કે, તે તેની સાથે પરમાણુને પણ લઇ જઇ શકે છે. આ સાથે જ બ્રહમોસ મિસાઇલ્સને પણ સીમા પાસેના વિસ્તારમાં તૈનાત કરવામાં આવી રહી છે, જેનાથી ચીનની ચિંતા વધારી દીધી છે.
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે