SBIએ હોમ લોન ગ્રાહકોને આપી મોટી રાહત, જુઓ ક્યાં તમારા રૂપિયા બચશે

 ભારતીય રિઝર્વ બેંકની તરફથી ગત બે દિવસોમાં નીતિગત વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ 30 લાખ રૂપિયા સુધીની તમામ હોમ લોનના વ્યાજ દરમાં 0.05 ટકા ઘટાડો કર્યો છે. એસબીઆઈએ શુક્રવારે જાહેર કરેલ નિવેદનમાં કહ્યું કે, તેણે હોમ લોન પર 0.05 ટકાનો ઘટાડો કર્યો છે.
SBIએ હોમ લોન ગ્રાહકોને આપી મોટી રાહત, જુઓ ક્યાં તમારા રૂપિયા બચશે

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકની તરફથી ગત બે દિવસોમાં નીતિગત વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ 30 લાખ રૂપિયા સુધીની તમામ હોમ લોનના વ્યાજ દરમાં 0.05 ટકા ઘટાડો કર્યો છે. એસબીઆઈએ શુક્રવારે જાહેર કરેલ નિવેદનમાં કહ્યું કે, તેણે હોમ લોન પર 0.05 ટકાનો ઘટાડો કર્યો છે.

સૌથી પહેલી બેંક બની એસબીઆઈ
બેંકે કહ્યું કે, રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિની જાહેરાત બાદ તરત અમારી બેંકે સૌથી પહેલા 30 લાખ રૂપિયા સુધીના હોમ લોન પર વ્યાજ ઘટાડ્યું છે. બેંકે કહ્યું કે, તેણે ઓછી અને મધ્યમ વર્ગના લોકોના ફાયદાને દ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ ગુરુવારે ચાલુ ફાઈનાન્શિયલ વર્ષની અંતિમ દ્વિમાસિક મૌદ્રિક સમીક્ષામાં રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. તેના બાદથી માનવામાં આવી રહ્યું છે કે, વાણિજ્યિક બેંક પમ પોતાના વ્યાજ દરને સસ્તા કરશે. 

ગ્રાહકોનું હિત સૌથી પહેલા
એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, દેશની સૌથી મોટી બેંક હોવાને નેતા અમે હંમેશા ગ્રાહકોના હિતમાં સૌથી આગળ રહીએ છીએ. હોમ લોન માર્કેટમાં એસબીઆઈની હિસ્સેદારી સૌથી વધુ છે. આવામાં એ યોગ્ય રહેશે કે, અમે કેન્દ્રીય બેંક દ્વારા દરમાં ઘટાડાનો લાભ એક મોટા નિમ્ન અને મધ્યમ આવક વર્ગને ઉપલબ્ધ કરાવીએ. સાર્વજનિક ક્ષેત્રોને એસબીઆઈ સંપત્તિ, જમા, શાખા, ગ્રાહક અને કર્મચારીઓની સંખ્યાને કારણે જ તે દેશની સૌથી મોટી બેંક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news