VIDEO: બલરામપુરમાં બાળકી પર ગેંગ રેપની ઘટનાને મંત્રીજીએ ગણાવી 'નાની ઘટના'

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. સરકારના મંત્રીએ હાથરસની ઘટના અને બલરામપુર રેપ ઘટનાની સરખામણી કરીને બલરામપુરની ઘટનાને 'નાની ઘટના' ગણાવતા ખુબ હોબાળો મચ્યો છે. 

VIDEO: બલરામપુરમાં બાળકી પર ગેંગ રેપની ઘટનાને મંત્રીજીએ ગણાવી 'નાની ઘટના'

રાયપુર: જ્યાં દેશભરમાં એકબાજુ હાથરસ ગેંગરેપ કેસ (Hathras Gangrape Case)  મામલે ખુબ આક્રોશ છે ત્યાં અનેક રાજકીય પક્ષો આવા ગંભીર મુદ્દે પણ રાજકીય રોટલા શેકી રહ્યા છે. જે ખુબ જ ચિંતાજનક બાબત છે. હાથરસ કેસને લઈને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હાથરસ બાદ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અલગ અલગ જિલ્લાઓ અને દેશના અન્ય રાજ્યોમાં પણ દુષ્કર્મના કેસ સામે આવ્યા છે. આવી જ એક ઘટના છત્તીસગઢના બલરામપુર (Balrampur) માં સામે આવી છે. જેમાં 14 વર્ષની છોકરી પર દુષ્કર્મનો મામલો છે. આ કેસ વિશે ભૂપેશ બઘેલ સરકારમાં શ્રમમંત્રી શિવકુમાર દહરિયા(Shiv Dahariya) એ એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે જેના કારણે હોબાળો મચ્યો છે. 

મંત્રીજીએ બલરામપુરમાં ઘટેલી રેપની ઘટનાને હાથરસ દુષ્કર્મ સાથે સરખામણી કરી અને બનેની સરખામણીમાં બલરામપુરની રેપની ઘટનાને નાની ગણાવી દીધી જ્યારે હાથરસની ઘટના મોટી અને ગંભીર ગણાવી. જો કે પાછળથી તેમણે પછી આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી અને કહ્યું કે મેં દુષ્કર્મની કોઈ ઘટનાને નાની ગણાવી નથી. દુષ્કર્મની ઘટના હંમેશા મોટી ઘટનાઓ હોય છે. મેં ફક્ત એક પછી એક ઘટેલી દુષ્કર્મની ઘટનાઓ પર મારા વિચારો રજુ કર્યા હતાં. મારા વિચાર દુષ્કર્મ પર નહતા. 

— ANI (@ANI) October 4, 2020

અત્રે જણાવવાનું કે શિવકુમાર ડહરિયાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંત્રીજીએ દુષ્કર્મની ઘટનાને 'નાની ઘટના' ગણાવી. વીડિયોમાં તેઓ એક પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળી રહ્યા છે. મંત્રીજીના નિવેદનથી સ્પષ્ટ છે કે કોઈ પત્રકારે તેમને બલરામપુરમાં સગીરા પર રેપની ઘટના અંગે સવાલ કર્યો અને પછી તેઓ જવાબમાં કહે છે કે 'અમારા ત્યાં જે ઘટના ઘટી તે એ પ્રકારની ઘટના નથી, જેટલી મોટી ઘટના હાથરસમાં ઘટી. રમનસિંહજી ટ્વીટ કેમ કરતા નથી. રમન સિંહજીનું મો કેમ બંધ છે. તેમણે જવાબ આપવો જોઈએ કે હાથરસમાં જે ઘટના ઘટી શું તે સારું હતું. તેમણે આ માટે કેમ ટ્વીટ કરી નથી. એક નાની કોઈ ઘટના ઘટી અહીં બલરામપુરમાં, છત્તીસગઢમાં. તેઓ ફક્ત છત્તીસગઢ સરકારની આલોચના સિવાય બીજુ કશું કામ કરતા નથી.'

— ANI (@ANI) October 4, 2020

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિપક્ષી દળ શિવકુમાર ડહરિયાના નિવેદન પર તેમના રાજીનામાની માગણી કરી રહ્યા છે. ભાજપની પ્રદેશ શાખાએ કોંગ્રેસ સરકાર પાસે ડહરિયાને મંત્રીમંડળમાંથી હટાવવાની માગણી કરી છે. અત્રે જણાવવાનું કે બલરામપુરમાં એક 14 વર્ષની સગીરાને નશીલો પદાર્થ ખવડાવીને રેપ કરવામાં આવ્યો. કુકર્મની અંજામ આપ્યા બાદ પીડિતાનું ગળું દબાવીને મારવાની પણ કોશિશ કરવામાં આવી હતી. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ થઈ છે. પોલીસ તપાસ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news