છત્તીસગઢઃ CRPFની પેટ્રોલિંગ ટૂકડી પર નક્સલીઓનો હુમલો, 1 જવાન શહીદ
રોડ સિક્યોરિટી પર તૈનાત CRPFના જવાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા નિકળ્યા હતા, આ દરમિયાન ઘાત લગાવીને બેસેલ નક્સલવાદીઓએ જવાનો પર હુમલો કરી દીધો હતો
Trending Photos
નવી દિલ્હીઃ છત્તીસગઢના અરનપુર વિસ્તારમાં નકસલવાદીઓએ ફરી એક વખત CRPFના જવાનોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે અને 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલ જવાનોને ઈલાજ માટે હેલીકોપ્ટરમાં રાયપુર લઈ જવાયા છે. હુમલો કરનારા નકસલવાદીઓને શોધવા માટે CRPF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
CRPFના વરિષ્ઠ અધિકારકીના જણાવ્યા અનુસાર, નક્સલવાદી હુમલામાં ઘાયલ થયેલા તમામ જવાન CRPFની 31મી બટાલિયનમાં તૈનાત છે. આ તમામ જવાનને અરનપુર (દાંતેવાડા)ની કમલપોસ્ટ વિસ્તારમાંથી પસાર થતા રોડની સુરક્ષા સોંપાઈ હતી. સોમવારે સાંજે લગભગ 4.25 કલાકે CRPFની આ ટૂકડી પેટ્રોલિંગમાં નિકળી હતી. આ દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટમાં CRPFના 6 જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
આ બ્લાસ્ટ પછી તરત જ ઘાત લગાવીને બેસેલા નક્સલીઓએ CRPFના જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સામ-સામા ગોળીબાર બાદ નક્સલવાદીઓ તક મળતાં ફરાર થઈ ગયા હતા.
હુમલાની સુચના મળતાં CRPFની અન્ય ટૂકડીઓને પણ ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. નક્સલવાદી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ જવાનોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઈલાજ દરમિયાન એક હેન્ડ કોન્સ્ટેબલ રેન્કનો જવાન શહીદ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે