Yogi Adityanath Swearing-in Ceremony: યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ફેરફાર, જાણો શું છે નવી તારીખ?

Yogi Adityanath Swearing-in Ceremony: સૂત્રોના મતે, યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં વીઆઈપી ગેસ્ટ સિવાય સામાન્ય જનતાને પણ સામેલ કરવાની અનુમતિ આપવામાં આવી છે. તેના સિવાય રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓના લાભાર્થી પણ શપથ ગ્રહણ કાર્યક્રમનો ભાગ બનશે.

Trending Photos

Yogi Adityanath Swearing-in Ceremony: યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ફેરફાર, જાણો શું છે નવી તારીખ?

નવી દિલ્હી: યૂપી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીતની સાથે વાપસી કરનાર યોગી આદિત્યના શપથ ગ્રહણ કાર્યક્રમની તારીખમાં મોટો ફેરફાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના મતે, અગાઉ આ કાર્યક્રમ 21 માર્ચે થનાર હતો, પરંતુ હવે 25 માર્ચે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જ્યારે, શપથ ગ્રહણ કાર્યક્રમ લખનઉના અટલ બિહારી બાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.

સૂત્રોના મતે, યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમમાં વીઆઈપી ગેસ્ટ સિવાય સામાન્ય જનતાને પણ સામેલ કરવાની અનુમતિ આપવામાં આવી છે. તેના સિવાય રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓના લાભાર્થી પણ શપથ ગ્રહણ કાર્યક્રમનો ભાગ બનશે.

45 હજાર લોકો આવવાની આશા
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં 45 હજાર લોકો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના સિવાય જાણવા મળી રહ્યું છે કે આ કાર્યક્રમ માટે 200 વીવીઆઈપી અતિથિઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. સૂત્રોનું માનીએ તો શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મુલાયમ સિંહ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી સહિત વિપક્ષના તમામ નેતાઓને આમંત્રિત કરવામાં આવશે. તેની સાથે ભાજપા શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થાય તેવી સંભાવના છે.

પીએમ મોદી સહિત આ નેતા પણ બનશે યોગીના કાર્યક્રમનો ભાગ
તમને જણાવી દઈએ રે યૂપીની રાજનીતિમાં 37 વર્ષ બાદ સળંગ બીજી વખત કોઈ પાર્ટીએ સત્તા હાંસલ કરી છે, જેના કારણે યોગી આદિત્યનાથ સળંગ બીજી વાર સીએમ પદના શપથ લેશે. અટલ બિહારી બાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થશે.

આ વખતે ભાજપા ગઠબંધનને 273 બેઠકો પર જીત મળી છે, જેમાં ભાજપાને 255, અપના દળ (એસ)ને 12 અને નિષાદ પાર્ટીને 6 સીટો પર વિજય હાંસિલ કર્યો છે. જોકે આ વર્ષ ભાજપાના 11 મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં સૌથી મોટું નામ ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્યનું છે. તે કૌશાંબીની સિરાથૂ સીટ પરથી સપાની પલ્લવી પટેલ સાથે ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે સપા ગઠબંધન 125 સીટો પર સમેટાઈ ગઈ. સપાને 111, આરએલડીને 8 અને ઓમ પ્રકાશ રાજભરની પાર્ટીને 6 સીટો મળી છે. તેના સિવાય કોંગ્રેસ અને રાજા ભૈયાની પાર્ટીને બે-બે, તો બસપાને એક સીટ મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news