Chandrayaan-3: આજે લોન્ચ થશે ચંદ્રયાન-3, લેન્ડર-રોવરના નામથી લઈને ISRO ના પ્લાન સુધીની તમામ ડિટેલ જાણો

Chandrayaan-3 Project Details: ચંદ્રયાન 3ના લોન્ચ સાથે ભારત એકવાર ફરીથી ચંદ્રની સપાટી પર પહોંચવાની કોશિશ કરશે. ISRo ના વૈજ્ઞાનિક આતુરતાપૂર્વક 14 જુલાઈ 2023ની રાહ જોઈ રહ્યા છે. શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3ને ચાંદ તરફથી લોન્ચ કરવામાં આવશે. ISRO નું છેલ્લું મૂન મિશન ચંદ્રયાન-2 અંતિમ સમયે નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3ને ગત વખતની ભૂલોમાંથી પાઠ ભણતા ડિઝાઈન કરવામાં આવ્યું છે.

Chandrayaan-3: આજે લોન્ચ થશે ચંદ્રયાન-3, લેન્ડર-રોવરના નામથી લઈને ISRO ના પ્લાન સુધીની તમામ ડિટેલ જાણો

Chandrayaan-3 Project Details: ચંદ્રયાન 3ના લોન્ચ સાથે ભારત એકવાર ફરીથી ચંદ્રની સપાટી પર પહોંચવાની કોશિશ કરશે. ISRo ના વૈજ્ઞાનિક આતુરતાપૂર્વક 14 જુલાઈ 2023ની રાહ જોઈ રહ્યા છે. શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3ને ચાંદ તરફથી લોન્ચ કરવામાં આવશે. ISRO નું છેલ્લું મૂન મિશન ચંદ્રયાન-2 અંતિમ સમયે નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3ને ગત વખતની ભૂલોમાંથી પાઠ ભણતા ડિઝાઈન કરવામાં આવ્યું છે. ચંદ્ર પર સફળ લેન્ડિંગ સાથે જ ભારત આવું કરનાર ચોથો દેશ બનશે. અત્યાર સુધીમાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવી શક્યા છે. ISRO એ ચંદ્રયાન-3ને અનેક પ્રકારના ટેસ્ટમાંથી પસાર કર્યું છે જેથી કરીને ચંદ્રયાન-2 જેવી ભૂલ થઈ શકે નહીં. ચંદ્રયાન-3 પ્રોજેક્ટ સંલગ્ન તમામ વાતો આ 5 પોઈન્ટમાં સમજો. 

ચંદ્રયાન-3 પ્રોજેક્ટ શું છે? ચંદ્રયાન-2થી આ કેટલું અલગ છે
ચંદ્રયાન ભારતનો મહત્વકાંક્ષી અંતરિક્ષ પ્રોજેક્ટ છે. તેના દ્વારા ભારતીય વૈજ્ઞાનિક ચંદ્ર વિશે વધુ જાણકારી મેળવવા માંગે છે. 2003ના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ચંદ્ર સંલગ્ન મિશનની જાહેરાત કરી હતી. ISRO એ 2008માં ચંદ્રયાન-1 લોન્ચ કર્યું હતું. તે ડીપ સ્પેસમાં ભારતનું પહેલું મિશન હતું. 2019માં ચંદ્રયાન-2ને લોન્ચ કર્યું હતું. 14 જુલાઈ 2023ના રોજ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 ઉડાણ ભરશે. 

ચંદ્રયાન-2માં જ્યાં ઓર્બિટર, લેન્ડર અને રોવર હતા. ત્યારે ચંદ્રયાન-3માં પ્રપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું લેન્ડર+રોવર ચંદ્રયાન-2 ના લેન્ડર+રોવરથી લગભગ 250 કિલો વધુ વજનવાળું છે. ચંદ્રયાન-2ની મિશન લાઈફ અંદાજે 7 વર્ષ હતી. જ્યારે ચંદ્રયાન-3ની પ્રપલ્શન મોડ્યૂલને 3થી 6 મહિના કામ કરવા માટે ડિઝાઈન કરાયું છે. ચંદ્રયાન 2ની સરખામણીમાં ચંદ્રયાન 3 વધુ ઝડપથી ચંદ્ર  તરફ આગળ વધશે. ચંદ્રયાન-3ના લેન્ડરમાં 4 થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. 

લેન્ડર અને રોવરના નામ
ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન ગઈ કાલે શરૂ થઈ ગયું. ISRO ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-3ને LMV3 રોકેટ લઈને જશે. ચંદ્રયાન-3ની લોન્ચ ડેટ 14 જુલાઈ એટલે કે આજનો દિવસ નક્કી કરવામાં આવેલો છે. બપોરે 14:35:17 વાગે લોન્ચનો સમય નિર્ધારિત છે. 

ચંદ્રયાન-3ના લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ ISRO ની ઓફિશિયલ વેબસાઈટ (http://isro.gov.in) ઉપરાંત ફેસબુક પેજ (https://facebook.com/ISRO) અને યુટ્યૂબ (https://youtube.com/watch?v=q2ueCg) પર જોઈ શકાશે.

ચંદ્રયાનના રોવર અને લેન્ડરના નામમાં કોઈ ફેરફાર કરાયા નથી. ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ છે અને રોવરનું નામ પ્રજ્ઞાન જ રહેશે. 

DD National
from 14:00 Hrs. IST…

— ISRO (@isro) July 12, 2023

લોન્ચ પછી શું
શુક્રવારે લોન્ચિંગ બાદ ચંદ્રયાન-3 ધીરે ધીરે પોતાને પૃથ્વીની કક્ષામાંથી બહાર કાઢશે. ત્યારબાદ ઝડપથી ચંદ્ર  તરફ આગળ વધશે. ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવામાં 42 દિવસ લાગશે. ચંદ્ર પાસે પહોંચીને તે તેના ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણે પોતાને એડજસ્ટ કરશે. વૃત્તીય કક્ષાને ઘટાડીને 100x100 કિલોમીટર સુધી લાવ્યા બાદ ચંદ્રયાન-3નું રોવર પ્રપલ્શન મોડ્યૂલથી અલગ થઈ જશે અને સપાટી તરફ આગળ વધવાનું શરૂ કરશે. રોવરની અંદર જ લેન્ડર છે. 

મિશનનો લક્ષ્યાંક
615 કરોડ રૂપિયાના ખર્ચે ચંદ્રયાન-3 મિશનનું લક્ષ્ય એ જ છે જે ગત પ્રોજેક્ટ્સનું હતું. ચંદ્રની સપાટી વિશે વધુમાં વધુ માહિતી મેળવવી. ચંદ્રયાન-3ના લેન્ટર પર ચાર પ્રકારના સાયંટિફિક પેલોડ જશે. જે ચંદ્ર પર આવતા ભૂકંપો, સપાટીની થર્મલ પ્રોપર્ટીઝ, સપાટીની નીકટ પ્લાઝમામાં ફેરફાર અને ચંદ્ર તથા ધરતી વચ્ચેનું સટીક અંતર માપવાની કોશિશ કરશે. ચંદ્રની સપાટીના રાસાયણિક અને ખનિજ સંરચનાની પણ સ્ટડી થશે. 

મિશનના પડકારો
અજાણી સપાટી પર લેન્ડ કરવુંજ સૌથી મોટો પડકાર છે. આ એક ઓટોનોમસ પ્રક્રિયા છે જેના માટે કોઈ કમાન્ડ આપવામાં આવતો નથી. લેન્ડિંગ કયા પ્રકારનું રહેશે તે ઓનબોર્ડ કોમ્પ્યુટર જ નક્કી કરે છે. પોતાના સેન્સર પ્રમાણે લોકેશન, હાઈટ, વેલોસિટી વગેરેનો અંદાજો લગાવીને કોમ્પ્યુટર નિર્ણય લે છે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ સટીક અને યોગ્ય રીતે થાય તે માટે સેન્સર્સનું એકસાથે કામ કરવું ખુબ જરૂરી છે. 

ભારત માટે કેટલું મહત્વનું છે આ મિશન
વિજ્ઞાનની રીતે ચંદ્રયાન-3 મિશનથી અનેક પ્રકારના સવાલોના જવાબ મળી શકે છે. જેમ કે ચંદ્રની સપાટી પર ભૂકંપવાળી લહેરો કેવી રીતે બને છે. ચંદ્રની સપાટી થર્મલ ઈન્સ્યુલેટરની જેમ વ્યવહાર કેમ કરે છે, ચંદ્રનું કેમિકલ અને એલિમેન્ટલ કમ્પોઝીશન શું છે. અહીંના પ્લાઝમાં શું શું છે, ચંદ્રયાન-3 મિશનની સફળતા ભારતના અંતરિક્ષ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક હશે. અમેરિકા અને રશિયા તથા ચીન બાદ ભારત ચોથો એવો દેશ બનશે જે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સામર્થ્ય મેળવશે. ઈસરોએ હાલના સમયમાં પોતાને દુનિયાની લીડિંગ સ્પેસ એજન્સી તરીકે સ્થાપિત કરી છે. ચંદ્ર પર સફળ મિશનથી તેની શાખ વધુ મજબૂત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news