Chandrayaan-3: ચંદ્રયાન-3 એ મહત્વનો પડાવ પાર કર્યો, પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર, હવે એકલા હાથે ચંદ્રમાં પર પહોંચશે

આજે બપોરે વિક્રમ લેન્ડર પોતાના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું. અત્યાર સુધીની મુસાફરી પ્રપોલ્શન મોડ્યુલે પૂરી કરાવી છે. ત્યારબાદ વિક્રમે હવે બાકી અંતર પોતે કાપવાનું છે. 

Chandrayaan-3: ચંદ્રયાન-3 એ મહત્વનો પડાવ પાર કર્યો, પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર, હવે એકલા હાથે ચંદ્રમાં પર પહોંચશે

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે હવે ચંદ્રની સપાટી પર ઉતરવાની છેલ્લા 100 કિલોમીટરની જર્ની પોતે જ કાપવાની છે. તેણે પોતાના એન્જિનો એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને પોતાની ગતિ ધીમી કરવાની છે. આ સાથેજ ઊંચાઈ પણ ઓછી કરવાની છે. આજે બપોરે વિક્રમ લેન્ડર પોતાના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું. 

હવે 18 અને 20 ઓગસ્ટના રોજ થનારી ડીઓર્બિટિંગ દ્વારા વિક્રમ લેન્ડરને 30 કિલોમીટરવાળી પેરીલ્યૂન અને 100 કિમીવાળા એપોલ્યૂન ઓર્બિટમાં નાખવામાં આવશે. પેરીલ્યૂન એટલે કે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યૂન એટલે કે ચંદ્રની સપાટીથી વધુ અંતર. અત્યાર સુધીની મુસાફરી પોપલ્શન મોડ્યુલે પૂરી કરાવી છે. ત્યારબાદ વિક્રમે હવે બાકી અંતર પોતે કાપવાનું છે. 

— ANI (@ANI) August 17, 2023

પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ વિક્રમ લેન્ડર ગોળાકાર ઓર્બિટમાં ઘૂમશે નહીં. તે 30 km x 100 km ના ઈંડાકાર ઓર્બિટમાં ચક્કર લગાવવા માટે બેવાર ડીઓર્બિટિંગ કરશે. એટલે કે પોતાની ઊંચાઈ ઓછી કરશે. આ સાથે જ ગતિ ધીમી કરશે. આ માટે તેના એન્જિનોની રેટ્રોફાયરિંગ કરવામાં આવશે. એટલે કે ઉલ્ટી દિશામાં ઘૂમાવવામાં આવશે. 

ક્યારે થશે લેન્ડિંગ
વિક્રમ લન્ડર 23 ઓગસ્ટના રોજ સાંજે 5.25 વાગે ચંદ્ર પર સંભવિત લેન્ડિંગ કરશે. વૈજ્ઞાનિક ટી વી વેંકટેશ્વરને જણાવ્યું કે લેન્ડરના પેટમાં રોવર છે. ધરતીથી અત્યાર સુધી લેન્ડર અને રોવરની સાથે પ્રોપલ્શન મોડ્યુલે સફર કરી હતી. આજે ઈસરોએ સેપરેશનનો નિર્ણય લીધો જેનાથી બે ચીજો સ્પષ્ટ થાય છે. પહેલી એ કે મોડ્યુલનું એન્જિન અને બીજી ચીજો બરાબર કામ કરે છે. અલગ થયા બાદ લેન્ડર પોતાના પગ પર ઊભું થઈ ગયું છે એટલે કે હવે તેની પાસે પૂરેપૂરી ક્ષમતા છે. બીજી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અલગ થયા બાદ લેન્ડર હવે 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર લેન્ડિંગ કરશે. 

હવે છે ધબકારા વધારનારો પડાવ
હવે સમજવાનું રહેશે કે હાલ જે પ્રક્રિયાઓ થઈ રહી છે એટલે કે થવાની છે તે ચંદ્રયાન-2 સમયે પણ સફળતાપૂર્વક પાર કરાઈ હતી. તે સમયે પણ લેન્ડર અલગ થઈને ચંદ્ર તરફ આગળ વધ્યું હતું. પરંતુ 2.1 કિમીનું અંતર  બાકી હતું ત્યારે સ્પીડ નિયંત્રિત થઈ શકી નહીં અને ક્રેશ લેન્ડિંગ થયું હતું. જ્યારે લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ બાકી હશે ત્યારે તે ધબકારા વધારનારી હશે. વૈજ્ઞાનિકો પણ એ વાત સારી રીતે સમજી રહ્યા છે. આગામી પડાવ ત્યારે આવશે જ્યારે લેન્ડર ચંદ્રથી 30 કિમીના અંતરે પહોંચશે. ત્યાંથી તેના ચંદ્રની સપાટી પર નીચે ઉતરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. 

આગળ લેન્ડર ફૂંકી ફૂંકીને ડગ માંડશે. ચંદ્રની સપાટીથી 100 મીટરના અંતરે લેન્ડર અટકશે અને તે જોશે કે યોગ્ય જગ્યા ક્યાં છે. વિજ્ઞાન પ્રસારના અંતરિક્ષ વૈજ્ઞાનિક વેંકટેશ્વરને જણાવ્યું કે ઈસરોએ ગત નિષ્ફળતાનું સ્ટડી કરીને પૂરી તૈયારી સાથે ચંદ્રયાન-3ને મોકલ્યું છે. આને એ રીતે સમજી લો કે લેન્ડર પાસે ચાર એન્જિન છે. તેમાંથી બે એન્જિન પણ જો કામ કરશે તો કોઈ મુશ્કેલી નહીં આવે. હકીકતમાં 40-50 દિવસ બાદ લેન્ડરનું એન્જિન હવે સ્ટાર્ટ થયું છે આથી ઈસરોએ તેની પૂરી તૈયારી કરી રાખી હતી. આ વખતે લેન્ડરના પગને ખુબ શક્તિશાળી બનાવવામાં આવ્યા છે. જેનાથી વેગમાં પણ જો લેન્ડર ઉતર્યું તો ક્રેશ થશે નહીં.

કઈક આવી હશે આગળની પ્રક્રિયા

— Vijesh Kumawat (@Real_Vijesh) August 16, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news