શાં માટે આખી દુનિયાની નજર છે ભારતના ચંદ્રયાન-2 મિશન પર? આ રહ્યું કારણ..જાણીને ગર્વ કરશો
ભારતીય અંતરિક્ષ મિશન માટે માઈલ સ્ટોન ગણાતા મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને હવે ગણતરીના કલાકો બાકી છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે. મિશનનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. ઈસરો ચંદ્રયાન-2ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતારશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ મિશન માટે માઈલ સ્ટોન ગણાતા મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને હવે ગણતરીના કલાકો બાકી છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે. મિશનનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. ઈસરો ચંદ્રયાન-2ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતારશે. અત્રે જણાવવાનું કે ચંદ્રના આ ભાગ અંગે દુનિયાને બહુ જાણકારી નથી. ઈસરોના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-2 ચંદ્રના ભૌગોલિક વાતાવરણ, ખનિજ તત્વો, તેના વાયુમંડળની બહારનું આવરણ અને પાણીની ઉપલબ્ધતા અંગે જાણકારી ભેગી કરશે.
સાઉથ પોલ ઉપર જ કેમ કરાશે લેન્ડિંગ
મિશન મૂન હેઠળ ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જ લેન્ડિંગ કરશે. વાત જાણે એમ છે કે ચંદ્ર પર ફતેહ મેળવી ચૂકેલા અમેરિકા, રશિયા અને ચીને હજુ સુધી આ જગ્યા પર પગ મૂક્યો નથી. ચંદ્રમાના આ ભાગ અંગે બહુ જાણકારી સામે આવી નથી. ભારતના ચંદ્રયાન-1 મિશન દરમિયાન સાઉથ પોલમાં બરફ અંગે જાણકારી મળી હતી. ત્યારથી ચંદ્રના આ ભાગ પ્રત્યે દુનિયામાં રસ પેદા થયો છે. ભારત આ વખતના મિશનમાં સાઉથ પોલની નજીક જ પોતાનું યાન લેન્ડ કરાવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત મિશન મૂન હેઠળ બીજા દેશો પર લીડ મેળવી લેશે. કહેવાય છે કે ચંદ્રયાન-2 દ્વારા ભારત એક એવો અનમોલ ખજાનો મેળવી શકે છે જેનાથી આગામી 500 વર્ષ સુધી માનવીય જરૂરિયાતો પૂરી કરી શકાય તેમ છે અને આ સાથે ખરબો ડોલરની કમાણી પણ થઈ શકે છે. ચંદ્રથી મળનારી આ ઉર્જા સુરક્ષિત તો હશે જ પરંતુ સાથે સાથે તેલ, કોલસા અને પરમાણુ કચરાથી થનારા પ્રદૂષણથી મુક્ત હશે.
ખુબ જ રોમાંચક છે સાઉથ પોલ
ચંદ્રનો સાઉથ પોલ ખુબ જ રોમાંચક છે. ચંદ્રમાનો સાઉથ પોલ ખાસ રીતે રસપ્રદ છે કારણ કે તેની સપાટીનો મોટા ભાગનો હિસ્સો નોર્થ પોલની સરખામણીમાં મોટાભાગે છાયામાં (અંધકાર) રહે છે. એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે આ ભાગમાં પાણી પણ હોઈ શકે છે. ચંદ્રના સાઉથ પોલમાં ઠંડા ક્રેટર્સ (ખાડા)માં પ્રારંભિત સૂર્ય પ્રણાલીના લુપ્ત જીવાશ્મી રેકોર્ડ રહેલા છે. ચંદ્રયાન-2 વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનો ઉપયોગ કરશે જે બે ખાડા મંજિનસ સી અને સિમપેલિયસ એન વચ્ચેના મેદાનમાં લગભગ 70° દક્ષિણી અક્ષાંસ પર સફળતાપૂર્વક લેન્ડિંગનો પ્રયત્ન કરશે.
What makes #Chandrayaan2 so special? Other than being India’s first rover-based space mission, it will also be the world's first expedition to reach the Moon’s south polar region! Here’s a look at where we’re going to go.https://t.co/RKeimdqjMW
— ISRO (@isro) July 3, 2019
ભારત માટે કેમ છે પડકારજનક
મિશન ચંદ્રયાન-2માં ભારત માટે અનેક પડકાર છે. ભારત પહેલીવાર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્ર પર આવું સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનશે. ભારત અગાઉ 15 જુલાઈના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરવાનું હતું પરંતુ ક્રાયોજેનિક એન્જિનમાં લીકેજના કારણે તેને ટાળવામાં આવ્યું. ઈસરોના ચીફ કે સિવને પણ કહ્યું છે કે લેન્ડિંગ પહેલાની 15 મિનિટ ખુબ પડકારજનક રહેશે. તેમમે કહ્યું કે આ 15 મિનિટ ખુબ તણાવભરી રહેશે કારણ કે ઈસરો પહેલીવાર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવશે.
ઉર્જા જરૂરિયાતો માટે ચંદ્ર ફતેહ કરવાની કોશિશ
એક વિશેષજ્ઞનું અનુમાન છે કે એક ટન હીલિયમ-3ની કિંમત લગભગ 5 અબજ ડોલર હોઈ શકે છે. ચંદ્રમાંથી અઢી લાખ ટન હીલિયમ-3 લાવી શકાય છે. જેની કિંમત અનેક લાખ કરોડ ડોલર હોઈ શકે છે. ચીને પણ આ જ વર્ષે હીલિયમ-3ની શોધ માટે પોતાનું ચાંગ ઈ 4 યાન મોકલ્યું હતું. જેને જોતા અમેરિકા, રશિયા, જાપાન અને યુરોપીય દેશોમાં પણ ચંદ્ર પ્રત્યે રસ વધી ગયો છે. એટલું જ નહીં દુનિયાની દિગ્ગજ ઈ કોમર્સ કંપની એમેઝોનના માલિક જેફ બેજોસ ચંદ્રમા પર કોલોની વસાવવાની ઈચ્છા ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે