ઐતિહાસિક Chandrayaan-2નું પ્રક્ષેપણ ટેક્નીકલ કારણોથી અટકાવાયું

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન ચાલુ થઇ ચુક્યું હતું અને રાત્રે 02.51 વાગ્યે લોન્ચ કરવામાં  આવનાર હતું જો કે અચાનક પ્રક્ષેપણ રદ્દ કર્યાની જાહેરાત કરવામાં આવી

ઐતિહાસિક Chandrayaan-2નું પ્રક્ષેપણ ટેક્નીકલ કારણોથી અટકાવાયું

નવી દિલ્હી : ચંદ્રયાન-2 લોન્ચ થવામાં માત્ર 56 મિનિટ 24 સેકંડનો સમય બાકી હતો ત્યારે અચાનક ટેક્નીકલી ખામીના કારણે લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. ઇસરો દ્વારા અધિકારીક નિવેદનમાં જણાવાયું કે જીએસએલવી એમકે-3 લોન્ચ વ્હીકલ (રોકેટ)માં ખામી સર્જાવાનાં કારણે લોન્ચિંગ અટકાવી દેવામાં આવ્યું છે. લોન્ચિંગની આગામી તારીખ ટુંકમાં જાહેર કરવામાં આવશે. નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. જો કે ઇસરો દ્વારા નવી તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. લોન્ચિંગ વેહીકલમાં કેટલીક ટેક્નીકલ ખરાબી સર્જાઇ હોવાનાં કારણે લોન્ચિંગ અટકાવવામાં આવ્યું હોવાની માહિતી ઇસરો દ્વારા આપવામાં આવી હતી. જો કે ખામી શું હતી તે અંગે કોઇ જ સ્પષ્ટતા કરાઇ નહોતી. હાલ પ્રક્ષેપણ અટકાવી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં નવી લોન્ચિંગની નવી તારીખ જાહેર કરવામાં આવશે. 

ઇસરોના પ્રવક્તા બીઆર ગુરૂપ્રસાદે ઇસરો તરફથી નિવેદન આપતા કહ્યું કે, જીએસએલવી એમકે-3 લોન્ચ વ્હીકલ (રોકેટ)માં ખામી સર્જાવાનાં કારણે લોન્ચિંગ અટકાવી દેવામાં આવ્યું છે. લોન્ચિંગની આગામી તારીખ ટુંકમાં જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2 આંધ્રના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેંટરથી છોડવામાં આવનાર હતું. તેના માટે એન્જિનમાં લિક્વિડ ઓક્સીઝન અને લિક્વિડ હાઇડ્રોજન પણ ભરી દેવાયું હતું. 44 મીટર લાંબા અને 640 ટન વજનનાં જીએસએલવી એમકે-3 રોકેટને બાહુબલી અને ફેટ બોય નામથી પણ ઓળખવામાં આવે છે. આ મિશન પર કુલ 976 કરોડનો ખર્ચ થયો છે. ચંદ્રયાન 2માં લેંડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને લઇને ચંદ્રમા સુધી જશે. લેંડર વિક્રમને 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચવાનું હતું. તે ઐતિહાસિક પળનાં સાક્ષી બનવા માટે લગભગ 7500 લોકો સ્પેસ થીમ પાર્ક પહોંચી ચુક્યા છે. 

લોન્ચનાં 16 મિનિટ બાદ રોકેટથી અલગ થઇ જશે ચંદ્રયાન-2
લોન્ચનાં 16.22 મિનિટ બાદ પૃથ્વીથી 182 કિલોમીટર ઉપર ચંદ્રયાન-2 જીએસએલવી રોકેટથી અલગ થઇ જશે. આગળની યાત્રા તે પોતાની સોલાર પેનલની ઉર્જાથી પુર્ણ કરશે. 

હવે માત્ર એક કલાકથી પણ ઓછો સમય
ચંદ્રયાન-2ના લોન્ચિંગ 02.51 વાગ્યે થશે. હવે તેમાં એક કલાક કરતા પણ વધારે સમય બાકી છે. 

લોન્ચ પર નહી થાય છુટાછવાયા વરસાદની અસર
શ્રીહરિકોટામાં થઇ રહેલા છુટાછવાયા વરસાદની અસર ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર અસર નહી થાય.
GSLV રોકેટના ક્રાયોજેનિક એન્જિનમાં લિક્વિડ ઓક્સીજન ભરવાનું કામ પુરૂ
ચંદ્રયાન-2 ને લઇ જનારા જીએસએલવી રોકેટનાં ક્રાયોજેનિક એન્જિનમાં લિક્વિટ ઓક્સિઝન ભરવાનું કામ પુરૂ, હવે લિક્વિડ હાઇડ્રોજન ભરવામાં આવી રહ્યું છે. 

ચંદ્રયાન-2 ના લોન્ચિંગ જોવા માટે પહોંચ્યા લોકો
ચંદ્રયાન-2 લોન્ચિંગના ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે લોકો સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પહોંચવા લાગ્યા છે. 
શ્રીહરિકોટામાં સામાન્ય વરસાદ ચાલુ
શ્રીહરિકોટામાં સામાન્ય છુટોછવાયો વરસાદ ચાલુ થઇ ચુક્યો છે, રાત્રે 02.51 મિનિટે ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવશે.

7 સેટેલાઇટ જે દુરના ગ્રહોના અભ્યાસ માટે છોડવામાં આવ્યા
ઇસરોએ વૈજ્ઞાનિકોએ 1987 થી અત્યાર સુધી દુરના ગ્રહોનાં અભ્યાસ માટે 7 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. શરૂઆત ચાર ઉપગ્રહ પ્રાયોગીક હતા. ત્યાર બાદ 22 ઓક્ટોબર, 2008 ને ચંદ્રયાન-1 લોન્ચ કરવામાં આવ્યો. 2013માં મંગળયાન અને 2015માં એસ્ટ્રોસેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. 1987 થી અત્યાર સુધી માત્ર એક લોન્ચિંગ જ ફેલ થયું હતું. ત્યાર બાદથી એક પણ નહી.

લિક્વિડ ઓક્સિજન ભરવાનું કામ ચાલુ
રોકેટમાં ક્રાયોજોનિક સ્ટેજ પર લિક્વિડ ઓક્સિજન ભરવાનું કામ ચાલુ થઇ ચુક્યું છે. ભારત ઇતિહાસ રચવાની થોડા જ કલાકો દુર છે. 

ISRO મિશન 2.0 દ્વારા નવો ઇતિહાસ રચવા માટે તૈયાર
શ્રી હરિકોટામાં ઇસરોનાં બીજા ચંદ્ર અભિયાન, ચંદ્રયાન-2ના લોન્ચિંગની તૈયારી પુર્ણ કરી છે. ભારે લિફ્ટ રોકેટને બાહુબલિનું ઉપનામ આપવામાં આવ્યું છે. 

9 નેવિગેશન ઉપગ્રહ, જે દેખાડી રહ્યા છે નવા ભારતને રસ્તો
ઇસરોએ દેશની સેના, નૌસેના, વાયુસેના, કાર્ગો સુવિધાઓ, પાણીનાં જહાજો, નાના નાવિકો, નાગરિક વિમાનન માટે ગગન અને આઇઆરએનએસએસ નાવિક જેવા નેવિગેશન ઉપગ્રહ પ્રણાલી વિકસિત કરીને લોન્ચ કરી ચુક્યા છે. ગગન પ્રણાલીની સુવિધાઓ જીસેટ-8 અને જીસેટ 10નાં ટ્રાન્સપોર્ડર્સ દ્વારા લેવામાં આવી રહી છે. બીજી તરફ આઇઆરએનએસએસ નાવિકનાં 8 સેટેલાઇટ કામ કરી રહ્યા છે. તેમાં IRNSS-1A, 1B, 1C, 1D, 1E, 1F, 1G और 1I છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news