મોદી સરકાર બાદ કાશ્મીરી અલગતાવાદીઓ વિરુદ્ધ ચીન પણ અપનાવશે કડક વલણ !

ચીનનાં શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમોને હિરાસતમાં રાખવા અને ચીન સરકારની તરફથી તેમની સાથે કરવામાં આવી રહેલા ભેદભાવ પર જ્યારે મોટા ભાગનાં મુસ્લિમ દેશો ચુપ છે. બીજી તરફ ગત્ત દિવસોમાં કાશ્મીરનાં અલગતાવાદી નેતા સૈય્યદ અલી શાહ ગિલાનીનું નિવેદન ચીનની ચિંતા વધારી શકે છે. ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈય્યદ અલી શાહ ગિલાનીએ કહ્યું હતું કે, ચીન ઉઇગર મુસલમાનોની સાથે સારો વ્યવહાર નથી કરી રહ્યું. તેમને જબરદસ્તી કેમ્પોમાં પુરીને રાખવામાં આવ્યા છે. ગિલાનીનાં આ નિવેદન બાદ ચીન ભડકે તે નક્કી છે. 
મોદી સરકાર બાદ કાશ્મીરી અલગતાવાદીઓ વિરુદ્ધ ચીન પણ અપનાવશે કડક વલણ !

નવી દિલ્હી : ચીનનાં શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમોને હિરાસતમાં રાખવા અને ચીન સરકારની તરફથી તેમની સાથે કરવામાં આવી રહેલા ભેદભાવ પર જ્યારે મોટા ભાગનાં મુસ્લિમ દેશો ચુપ છે. બીજી તરફ ગત્ત દિવસોમાં કાશ્મીરનાં અલગતાવાદી નેતા સૈય્યદ અલી શાહ ગિલાનીનું નિવેદન ચીનની ચિંતા વધારી શકે છે. ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈય્યદ અલી શાહ ગિલાનીએ કહ્યું હતું કે, ચીન ઉઇગર મુસલમાનોની સાથે સારો વ્યવહાર નથી કરી રહ્યું. તેમને જબરદસ્તી કેમ્પોમાં પુરીને રાખવામાં આવ્યા છે. ગિલાનીનાં આ નિવેદન બાદ ચીન ભડકે તે નક્કી છે. 

સરહદનાં સિપાહીથી ખેતરનાં ખેડુત સુધી, કઇ રીતે મદદગાર છે ISRO
કાશ્મીરનાં તમામ અલગતાવાદી જુથ પાકિસ્તાનનાં મુખોટું છે અને પાકિસ્તાન તેને ભારતની વિરુદ્ધ સમયાંતર ઉપયોગ કરતું રહે છે. પાકિસ્તાન અને અલગતાવાદીઓની વચ્ચે આ ગઠબંધન પર ચીન હંમેશા ચુપકીદી સાધતા રહે છે, જો કે ગિલાનીની ઉઇગર મુસલમાનો પર કરવામાં આવેલી ટિપ્પણી ચીનને નારાજ કરી શકે છે. 

બીએલ સંતોષ હશે ભાજપના નવા સંગઠન મહાસચિવ, કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ
આ મહીને દસ જુલાઇના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાન, સાઉદી અરબ સમિત આશરે તમામ મુસ્લિમ દેશોએ ચીનમાં ઉઇગર મુસ્લિમોની સાથે થઇ રહેલા અત્યાચાર પર ચીનનો બચાવ કર્યો હતો. મુસ્લિમ દેશોએ કહ્યું હતું કે, ચીને આતંકવાદ અને કટ્ટરતા ખતમ કરવાની પ્રક્રિયામાં હંમેશા માનવાધિકારનું સન્માન કર્યું છે. 

જ્યારે ડ્રમની નાવમાં બેસાડીને નવદંપત્તીને આપવી પડી વિદાય, નદીઓ ગાંડીતુર
સુરક્ષા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના અનુસાર, કાશ્મીરી અલગતાવાદી નેતા સૈય્યદ અલી શાહ ગિલાનીનું નિવેદન ચીનની પરેશાનીનું કારણ બની શકે છે. જ્યાં પાકિસ્તાનથી માંડીને તમામ મુસ્લિમ દેશ ઉઇગર મુસ્લિમો મુદ્દે ચીનની સાથે છે. બીજી તરફ ગિલાનીએ આ મુદ્દે સમગ્ર વિશ્વની સામે જોરશોરથી ઉઠાવ્યું છે. એવામાં ચીન પાકિસ્તાન સાથે આ અલગતાવાદી જુથો સાથે અંતર જાળવવા માટે કહી શકે છે. 

સોલાનમાં બિલ્ડિંગ પડતા 3નાં મોત, સેનાનાં 18 જવાન અને 5 લોકોને કાટમાળમાંથી કઢાયા
ચીનનાં શિનજિયાંગ પ્રાંતમાં લાંબા સમયથી ઉઇગર મુસ્લિમો સાથે અત્યાચારનાં સમાચાર આવતા રહે છે. થોડા મીડિયા રિપોર્ટમાં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચીની તંત્ર મુસ્લિમોને ડિટેંશન સેંટરમાં બંધ કરીને તેના ધાર્મિક ઓળખની વસ્તુઓથી તેને અલગ કરી રહ્યા છે. અમેરિકા સહિત અનેક યૂરોપિયન દેશની પહેલા જ ચીનની નિંદા કરી ચુક્યા છે. જો કે પાકિસ્તાન સમર્થિક કાશ્મીરી અલગતાવાદી જુથોની તરફથી આ મુદ્દે નારાજગી વ્યક્ત કરવાથી ચીન માટે સ્થિતી સંભાળવી વધારે મુશ્કેલ થઇ શકે છે. 

ચિંતા વધારનારા સમાચાર: ભારત નહી રહે યુવાનોનો દેશ, વધી જશે વૃદ્ધોની સંખ્યા
સૈયદ અલી શાહ ગિલાનીએ મીડિયામાં ઇશ્યું નિવેદનમાં કહ્યું હતું કે, ઉઇગર મુસલમાનોને ધાર્મિક આઝાદી પર અંકુશ લગાવી દીધું છે. તેને જબરદસ્તી દિવમાં ખાવા અને પીવા માટે કહેવામાં આવે છે. જેમાં તેઓ ધાર્મિક કાર્યકલાપોને નિભાવવા અસમર્થ છે.મીડિયા રિપોર્ટ અનુસાર ચીનમાં લોકોને નમાજ પઢવાથી માંડીને મહિલાઓને બુરખા પહેરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news