Video: મોરબી બાદ મહારાષ્ટ્રમાં બ્રિજ તૂટ્યો, 60 ફૂટ ઉંચેથી પટકાયા લોકો, 20 વધુ ઇજાગ્રસ્ત
Maharashtra: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ઢળી પડ્યો છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઘટના બલ્લારશાહ રેલવે સ્ટેશનની છે. રાહત અને બચાવ દળ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઇ ગઇ છે.
Trending Photos
Foot over Bridge Collapse: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ઢળી પડ્યો છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઘટના બલ્લારશાહ રેલવે સ્ટેશનની છે. રાહત અને બચાવ દળ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઇ ગઇ છે.
આ ઘટના દરમિયાન અનેક યાત્રીઓ બ્રિજ પરથી નીચે પટકાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજની ઉંચાઇ લગભગ 60 ફૂટ હતી. એટલે કે 60 ફૂટ ઉંચાઇથી લોકો નીચે પટકાયા હતા.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022
તમને જણાવી દઇએ કે આ આ અકસ્માતમાં લગભગ 20 યાત્રીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં 8 લોકોની હાલત નાજૂક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાજીપેટ પૂણે એક્સપ્રેસ પકડવા માટે ઘણા મુસાફરો 1 નંબર પ્લેટફોર્મ પરથી 4 નંબર પ્લેટફોર્મ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલ ઢળી પડ્યો હતો. ઘાયલ મુસાફરોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. રાહત અને બચાવ દળ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઇ ગઇ છે.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે