Guinness World Record માં નોધાયું નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ, 1 લાખથી વધુ લોકોએ જોઇ હતી IPL 2022 FINAL

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિવારે જણાવ્યું કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આઇપીએલ ફાઇનલ 2022 દરમિયાન સૌથી વધુ દર્શકોની હાજરી માટે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઇ ગયું છે.

Guinness World Record માં નોધાયું નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ, 1 લાખથી વધુ લોકોએ જોઇ હતી IPL 2022 FINAL

Narendra Modi Stadium: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિવારે જણાવ્યું કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આઇપીએલ ફાઇનલ 2022 દરમિયાન સૌથી વધુ દર્શકોની હાજરી માટે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઇ ગયું છે. આ સ્ટેડિયમને પહેલાં ગુજરાત ક્રિકેટ સંઘ (જીસીએ) સ્ટેડિયમ મોટેરાના નામે ઓળખવામાં આવતું હતું. તેની ક્ષમતા 110,00 દર્શકોની છે જોકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) કરતાં લગભગ 10,000 થી વધુ છે. એમસીજી ક્ષમતા 100,024 દર્શકોની છે. 

બીસીસીઆઇએ દર્શકોને પાઠવી શુભેચ્છા
બીસીસીઆઇએ ટ્વીટ કરતાં લખ્યું કે દરેક ભારતીય માટે એક મોટી પળ છે કારણ કે ભારતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આપણા તમામ પ્રશંસકો અને દર્શકોને તેમના બેજોડ જુનૂન અને અતૂટ સમર્થનના લીધે સફળતા મળી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આઇપીલને શુભેચ્છાઓ. 

— Jay Shah (@JayShah) November 27, 2022

જય શાહે પણ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા
બીસીસીઆઇ સચિવ જય શાહે ટ્વીટ કરતાં લખ્યું, 'ટી20 મેચમાં સૌથી મોટી ઉપસ્થિતિ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરતાં એકદમ ખુશી અને ગર્વની વાત છે, જ્યારે 101,566 લોકોએ એકસાથે સ્ટેડિયમમાં મેચ જોઇ. 29 મે 2022 ના રોજ આઇપીએલ ફાઇનલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકોને એકસાથે મેચ જોઇ. તેને સંભવ બનાવવા માટે આપણા પ્રશંસકોને ખૂબ ખૂબ ધન્યવાદ. 

આઇપીએલ ફાઇનલમાં પણ નોંધાવ્યું હતું વર્લ્ડ રેકોર્ડમાં નામ
આઇપીએલ 2022 ના ફાઇનલના મુકાબલા પહેલાં જ બીસીસીઆઇએ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. બીસીસીઆઇએ સૌથી મોટી ક્રિકેટ જર્સી બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ જર્સી પર તમામ 10 ટીમોના લોકો છે. બીસીઆઇના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને આઇપીએલ બૃજેશ પટેલે ગિનિસ રેકોર્ડ રિસીવ કર્યો. આ વિશાળકાળ જર્સીની સાઇઝ 66×42 મીટર છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news