સોશિયલ મીડિયા પર છવાયો ચંડીગઢનો આ ASI, કારણ છે ઘણું રસપ્રદ
દલેર મહેંદીએ પણ તેની પ્રશંસા કરી છે. દલેહ મહેંદીએ જણાવ્યું કે, મને આનંદ છે કે ચંડીગઢ પોલીસ મારા ગીતની ધુન પર લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરી રહી છે. ભૂપેન્દ્ર સિંહ અત્યાર સુધી નો પાર્કિંગ, નવા ટ્રાફિક નિયમોના કારણે વધેલી દંડની રકમ, છોકરીઓ માટે હેલમેટ અનિવાર્ય, નો હોર્ન જેવા અનેક વિષયો પર ગીત લખી ચૂક્યા છે અને આ ગીતોને પોતે જ અવાજ આપ્યો છે.
Trending Photos
ચંડીગઢઃ અહીં આજકાલ એક ASI દ્વારા લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. ચંડીગઢ ટ્રાફિક પોલીસમાં 2012થી સેવા આપી રહેલા ભૂપેન્દ્ર સિંહ દલેર મહેંદીના ગીત 'બોલો તારા... રા...રા'નું નવું વર્ઝન જાતે બનાવ્યું છે અને નો પાર્કિંગના સ્થળે ગાડી પાર્ક કરતા લોકોને આ ગીતથી જાગૃત કરે છે.
આ ગીતનો વીડિયો જેવો વાયરલ થતાં જ ભૂપેન્દ્ર સિંહ સ્ટાર બની ગયો છે. દલેર મહેંદીએ પણ તેની પ્રશંસા કરી છે. દલેહ મહેંદીએ જણાવ્યું કે, મને આનંદ છે કે ચંડીગઢ પોલીસ મારા ગીતની ધુન પર લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરી રહી છે. ભૂપેન્દ્ર સિંહ અત્યાર સુધી નો પાર્કિંગ, નવા ટ્રાફિક નિયમોના કારણે વધેલી દંડની રકમ, છોકરીઓ માટે હેલમેટ અનિવાર્ય, નો હોર્ન જેવા અનેક વિષયો પર ગીત લખી ચૂક્યા છે અને આ ગીતોને પોતે જ અવાજ આપ્યો છે.
ભુપેન્દ્ર સિંહ ચંડીગઢ પોલીસમાં આમ તો 1987માં જોડાયા હતા. વર્ષ 2012માં તેમની બદલી ચંડીગઢ ટ્રાફિક પોલીસમાં કરાઈ હતી. ઝી મીડિયા સાથેની વાતચીતમાં ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી 20થી વધુ ગીત ગાયા છે અને આ બધા જ ગીત તેમણે ટ્રાફિક નિયમો સંબંધિત બનાવ્યા છે. તેમનું માનવું છે કે, આ ગીતોના કારણે લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવી છે.
ભૂપેન્દ્ર સિંહ અત્યારે ચંડીગઢમાં એક સેલિબ્રિટી બની ગયા છે. તેઓ જ્યાં પણ જાય છે લોકો એકાદ ગીતની ફરમાઈશ કરી દેતા હોય છે. ભૂપેન્દ્ર સિંહ પણ ખચકાટ કર્યા વગર લોકોની સામે ગીત ગાવાલાગે છે. લોકો તેમની આ પહેલની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચંડીગઢ ટ્રાફિક પોલીસ તેના કડક સ્વભાવ માટે ઓળખાય છે, પરંતુ ટ્રાફિક પોલીસનું એક બીજું પણ સ્વરૂપ હોય છે તે ભૂપેન્દ્ર સિંહે સાબિત કર્યું છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે