અહો વૈચિત્રમ ! દાહોદમાં માત્ર 3 કિલોમીટર મુસાફરી માટે 105 રૂપિયાનો ટોલ

દાહોદના વરોડ ટોલ નાકાના સંચાલકો દ્વારા દાહોદ જીલ્લાના નાગરિકો પાસે ટોલ લેતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોનો આરોપ છે કે સ્થાનિક ગ્રામજનો પાસે પણ ટોલ ટેક્સ વસુલવામાં આવે છે. લીમડી અને ઝાલોદ ની વચ્ચે વરોડ નજીક ટોલ બુથ બનાવવાનો સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમનો આરોપ છે કે સ્થાનિક લોકો ઉપરાંત તાલુકાના લોકોને આ ટોલમાંથી છુટ આપવામાં આવે. તાલુકાના લોકોને આસપાસના વિસ્તારમાં અવર જવર કરવી હોય તો પણ ટોલ ચુકવવો પડે છે.
અહો વૈચિત્રમ ! દાહોદમાં માત્ર 3 કિલોમીટર મુસાફરી માટે 105 રૂપિયાનો ટોલ

દાહોદ : દાહોદના વરોડ ટોલ નાકાના સંચાલકો દ્વારા દાહોદ જીલ્લાના નાગરિકો પાસે ટોલ લેતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોનો આરોપ છે કે સ્થાનિક ગ્રામજનો પાસે પણ ટોલ ટેક્સ વસુલવામાં આવે છે. લીમડી અને ઝાલોદ ની વચ્ચે વરોડ નજીક ટોલ બુથ બનાવવાનો સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમનો આરોપ છે કે સ્થાનિક લોકો ઉપરાંત તાલુકાના લોકોને આ ટોલમાંથી છુટ આપવામાં આવે. તાલુકાના લોકોને આસપાસના વિસ્તારમાં અવર જવર કરવી હોય તો પણ ટોલ ચુકવવો પડે છે.

સ્થાનિકોની માંગ છે કે, ટોલ કંપની દ્વારા રોડ ની શરુઆત અને અંત પર ટોલ બુથ લગાવવામાં આવે. જેથી સ્થાનિકોને કોઇ મુશ્કેલી ન પડે. અથવા તો સ્થાનીકોને છુટ આપવામાં આવે. આગેવાનોએ આરોપ લગાવ્યો કે માત્ર 10 કિલોમીટરની મુસાફરી માટે તેમની પાસેથી 105 રૂપિયા વસુલવામાં આવે છે. સ્થાનીકકોએ કહ્યું કે, તાત્કાલીક અસરથી ટોલ ખસેડવામાં આવે જો તેવું નહી કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. આંદોલનકરતાઓએ સ્થાનિગ આગેવાનોને પણ મધ્યસ્થી કરવા અપીલ કરી છે.

ઉઝબેકિસ્તાનમાં 'લોહપુરુષ' સરદાર પટેલઃ સીએમ રૂપાણીએ કર્યું પ્રતિમા અને સ્ટ્રીટનું લોકાર્પણ
ટોલ કંપની દ્વારા સર્વિસ રોડ પણ નહી બનાવવામાં આવ્યો હોવાનાં કારણે સ્થાનિકોએ ફરજીયાત પણે મુખ્ય રોડનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે ટોલ કંપની 105 રૂપિયા ટોલ વસુલે છે. જેનાં કારણે સ્થાનીક ગરીબ આદિવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી તત્કાલ સરકાર દ્વારા મધ્યસ્થી કરવામાં આવે અને યોગ્ય કરવામાં આવે તેવી પણ સ્થાનીકો દ્વારા માંગ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news