ED ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેના પતિ, 1875 કરોડ લોન મામલે પૂછપરછ

ICICI બેંકની પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરને ED (Enforcement Directorate)ની તરફથી સમન જાહેર કરવામાં આવ્યો હતો. સમન જાહેર થયા બાદ બંને આજે EDની દિલ્હી ઓફિસ પહોંચ્યા છે.

ED ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેના પતિ, 1875 કરોડ લોન મામલે પૂછપરછ

નવી દિલ્હી: ICICI બેંકની પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરને ED (Enforcement Directorate)ની તરફથી સમન જાહેર કરવામાં આવ્યો હતો. સમન જાહેર થયા બાદ બંને આજે EDની દિલ્હી ઓફિસ પહોંચ્યા છે. જ્યાં તેમની વીડિયોકોનને લોન આપવા મામલે પૂછપરછ કરવામાં આવશે.

— ANI (@ANI) May 13, 2019

આ મામલો વીડિયોકોન ગ્રુપને 1875 કરોડ રૂપિયાની લોન આપવા સાથે જોડાયેલો છે. ICICIએ 2009-2011ની વચ્ચે કંપનીને આ લોન આપી હતી. ચંદા કોચર તે સમયે બેંકની પ્રમુખ હતી. ED આ મામલે તપાસ કરી રહ્યું છે કે આ લોન આપવામાં કોઇ પ્રકારનો ભ્રષ્ટાચાર તો થયો નથી. PMLA અંતર્ગત મામલે તપાસ થઇ રહી છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news