ડુંગળીના વધતા ભાવમાં જલદી મળી શકે છે રાહત, જાણો કારણ 

ડુંગળી (Onion) ના વધતા ભાવ લોકોને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે. ડુંગળીના વધતા ભાવે ગૃહિણીના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકારે જનતાને રાહત આપવા માટે હવે તુર્કી (Turkey) થી 11 હજાર મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે MMTCએ હજાર મેટ્રિક ટન ડુંગળીની આયાતના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સરકારે ઈજિપ્ત (Egypt) થી 6090 એમટી ડુંગળી આયાત કરી છે. જે ડિસેમ્બરની મધ્ય સુધીમાં ભારત પહોંચશે. જેના કારણે ડુંગળીના ભાવોમાં થોડી રાહત રહેવાની આશા છે. 
ડુંગળીના વધતા ભાવમાં જલદી મળી શકે છે રાહત, જાણો કારણ 

નવી દિલ્હી: ડુંગળી (Onion) ના વધતા ભાવ લોકોને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે. ડુંગળીના વધતા ભાવે ગૃહિણીના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકારે જનતાને રાહત આપવા માટે હવે તુર્કી (Turkey) થી 11 હજાર મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે MMTCએ હજાર મેટ્રિક ટન ડુંગળીની આયાતના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સરકારે ઈજિપ્ત (Egypt) થી 6090 એમટી ડુંગળી આયાત કરી છે. જે ડિસેમ્બરની મધ્ય સુધીમાં ભારત પહોંચશે. જેના કારણે ડુંગળીના ભાવોમાં થોડી રાહત રહેવાની આશા છે. 

કેન્દ્રીય ખાદ્ય આપૂર્તિ ( Consumer Affairs, Food and Public Distribution) મંત્રી રામ વિલાસ પાસવાન (Ram Vilas Paswan)એ પોતાની ટ્વીટમાં કહ્યું કે ગ્રાહકોના મામલાના વિભાગે MMTCને તુર્કીથી 11 હજાર ટન ડુંગળી આયાત કરવાના નિર્દેશ આપ્યા છે. આ ડુંગળી ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં મળવા લાગશે. તે 11 હજાર ટન ઈજિપ્તથી ડિસેમ્બરના મધ્યમાં પહોંચી રહેલી 6090 ટન ડુંગળીનો વધારાનો સ્ટોક હશે. 

ડિસેમ્બરના મધ્યથી મળશે રાહત
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની ટ્વીટથી સ્પષ્ટ છે કે ડિસેમ્બરની મધ્યથી જનતાને ડુંગળીના ભાવમાં થોડી રાહત મળી શકે છે. આ અગાઉ 27 નવેમ્બરના રોજ પાસવાને ડુંગળીના વધતા ભાવો પર  હાથ અધ્ધર કરતા કહ્યું હતું કે ભાવ ઓછા કરવાનું સરકારના હાથમાં નથી. પાસવાને કહ્યું હતું કે દુનિયાભરમાં ડુંગળીના ભાવ વધી રહ્યાં છે. આથી ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. 

ram vilas Paswan

આ બાજુ દિલ્હી સરકારના ખાદ્ય અને આપૂર્તિ મંત્રી ઈમરાન હુસેને કેન્દ્રીય મંત્રી પાસવાનને ભલામણ કરી છે કે તેઓ જનતાના હિતોને ધ્યાનમાં રાખીને નાફેડ (NAFED)ને દિલ્હીમાં 15.60 રૂપિયે પ્રતિ કિલો ડુંગળી પૂરી પાડવાના આદેશ આપે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં રિટેલ બજારમાં ડુંગળીના ભાવ કિલોના 100 રૂપિયે પહોંચ્યા છે. આ અગાઉ 20 નવેમ્બરના રોજ કેન્દ્રીય કેબિનેટે 1.2 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાના આદેશ આપ્યાં હતાં. 

ડુંગળીના  ભાવ બેકાબુ થવાનું કારણ
આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન અનેક રાજ્યોમાં ભારે વરસાદ થયો. જેના કારણે ડુંગળીના પાક બગડ્યાં. વરસાદના કારણે કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ. મધ્ય ગુજરાત, ગુજરાત અને ડુંગળી ઉત્પાદક કેટલાક અન્ય રાજ્યોમાં પાકને 75થી 85 ટકા સુધી નુકસાન પહોંચ્યું. સરકાર પણ હાલાતને મોડે સમજી શકી અને સમયસર ડુંગળીના વધતા ભાવ પર રોક લગાવી શકી નહીં. આ ઉપરાંત તેણે રવિ સીઝનમાં 500 કરોડ રૂપિયાના ઓપરેશન ગ્રીન ફંડથી પૂરતા પ્રમાણમાં ડુંગળી ખરીદી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news