આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોદી સરકારની નવી ગાઈડલાઈન જાહેર, હોમ ક્વોરન્ટાઈન, RTPCRના નિયમો કડક કર્યા
દેશમાં કોરોનાના દૈનિક કેસ 214 દિવસ બાદ એક લાખથી વધારે નોંધવામાં આવ્યા છે, જેમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,52,26,386 થઈ ગઈ છે. તેમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ઓમિક્રોન વેરિયન્ટના 3,007 કેસ પણ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. નવા નિયમો મુજબ હવે ભારત આવનાર તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે અને આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ જરૂરી કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રની આ ગાઈડલાઈન 11 જાન્યુઆરીએ લાગૂ કરવામાં આવશે.
તેના સિવાય યાત્રીઓને પોતાનો નેગેટિવ RTPCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. મુસાફરી પહેલા 72 કલાક પહેલા કરાવેલો કોરોના ટેસ્ટ જ માન્ય ગણવામાં આવશે. તેની સાથે રિપોર્ટ જો બનાવટી કે ખોટો સાબિત થયો તો મુસાફર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થશે અને તેના માટે યાત્રા પહેલા એક ફોર્મ ભરવું જરૂરી હશે.
માત્ર 1000થી પણ ઓછામાં માણો હવામાં ઉડવાની મઝા! આજે છેલ્લી તક છે ચૂકતા નહીં
દેશમાં કોરોનાના દૈનિક કેસ 214 દિવસ બાદ એક લાખથી વધારે નોંધવામાં આવ્યા છે, જેમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,52,26,386 થઈ ગઈ છે. તેમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ઓમિક્રોન વેરિયન્ટના 3,007 કેસ પણ સામેલ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના શુક્રવારે સવારે આઠ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે, અત્યાર સુધી ઓમિક્રોનના કુલ કેસમાંથી 1199 લોકો સ્વસ્થ થઈ ગયા છે અથવા તો દેશ છોડીને ચાલી ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 876 કેસ નોંધાયા, ત્યારબાદ દિલ્હીમાં 465, કર્ણાટકમાં 333, રાજસ્થાનમાં 291, કેરળમાં 284 અને ગુજરાતમાં 204 કેસ સામે આવી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે