હવે એચડીએફસી બેંકના ગ્રાહકો કસ્ટમ ડ્યુટીની ડાયરેક્ટ કરી શકશે ચૂકવણી
એચડીએફસી બેંકે આજે જાહેર કર્યું છે કે, સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ICEGATE પ્લેટફૉર્મ સાથેનું તેનું એકીકરણ હવે પુરૂ થઈ ગયું છે. આ સાથે જ, બેંકના ગ્રાહકો એચડીએફસી બેંકની પસંદગી કરીને તેમની કસ્ટમ્સ ડ્યૂટી સીધી ચૂકવી શકશે.
Trending Photos
મુંબઈ: એચડીએફસી બેંકે આજે જાહેર કર્યું છે કે, સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ICEGATE પ્લેટફૉર્મ સાથેનું તેનું એકીકરણ હવે પુરૂ થઈ ગયું છે. આ સાથે જ, બેંકના ગ્રાહકો એચડીએફસી બેંકની પસંદગી કરીને તેમની કસ્ટમ્સ ડ્યૂટી સીધી ચૂકવી શકશે. માલસામાન અને સેવાઓની આયાત અને નિકાસ પર IGST વસૂલવા માટે CBICના પ્રિન્સિપલ ચીફ કન્ટ્રોલર ઑફ એકાઉન્ટ્સ દ્વારા આપવામાં આવેલી અધિકૃતતા બાદ આમ શક્ય બન્યું છે.
એચડીએફસી બેંકે કસ્ટમ્સ ડ્યૂટીની રીટેઇલ અને હૉલસેલ એમ બંને પ્રકારની ચૂકવણીની સુવિધા પૂરી પાડી છે. એચડીએફસી બેંકની આ સુવિધાને પરિણામે ગ્રાહકોને હવે અન્ય કોઈ બેંકના ખાતાના માધ્યમથી ચૂકવણી કરવાની જરૂર નહીં પડે. આ એકીકરણને પરિણામે બેંકને આ પ્રકારની સુવિધા પૂરી નહીં પાડનારી અન્ય બેંકોના ગ્રાહકોના ચાલું ખાતા પ્રાપ્ત કરવાની તક પણ મળશે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ વૈધાનિક ચૂકવણીઓ જેવા કોઈ ચોક્કસ હેતુઓ માટે ચાલું ખાતા ખોલાવવાની મંજૂરી આપે છે.
એચડીએફસી બેંકના ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ, પાર્ટનર્શિપ અને ઇન્ક્લુસિવ બેંકિંગ, ગ્રૂપ સ્ટાર્ટઅપ બેંકિંગના ગ્રૂપ હેડ સ્મિતા ભગતે જણાવ્યું હતું કે, ‘કસ્ટમ્સ ડ્યૂટીની ડિજિટલ રીતે ચૂકવણી શરૂ થવાથી ભારતમાં બિઝનેસ કરવાની સુગમતામાં વધારો થશે. કસ્ટમ્સ ડ્યૂટીની ઓનલાઇન વસૂલાત શરૂ થવાથી મોટા પાયે પારદર્શકતા અને કાર્યક્ષમતા આવશે. રોગચાળાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો તથા ડીમોનિટાઇઝેશન, જીએસટી, ડિજિટલ ઇન્ડિયા અને ફરજિયાત ઈ-ઇન્વોસિંગ જેવી વિવિધ સરકારી પહેલને પગલે ઓનલાઇન ચૂકવણીઓમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. કસ્ટમ્સ ડ્યૂટી વસૂલવા માટે એચડીએફસી બેંકે CBICના ICEGATE પોર્ટલ સાથે તેની સિસ્ટમનું એકીકરણ કર્યું છે. તેનાથી શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાની સાથે બેંકિંગનો ખામીરહિત અનુભવ પણ પૂરો પાડી શકાશે.’
એચડીએફસી બેંકના ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ તથા ગિગ બેંકિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુનાલી રોહરાએ જણાવ્યું હતું કે, ‘કરવેરાની ડિજિટલ રીતે વસૂલાત કરવા માટે અમને જ્યારે વર્ષ 2001માં આરબીઆઈની સર્વપ્રથમ એજન્સી બેંક તરીકે નિમવામાં આવી હતી ત્યારથી એચડીએફસી બેંક ખાતે અમે સરકાર સાથે સહભાગીદારી કરવામાં અગ્રણી રહ્યાં છીએ. આ અનુભવ પર આધાર રાખીને વર્ષ 2003માં અન્ય બેં બેંકોને પણ સામેલ કરવામાં આવી હતી.
આજે એચડીએફસી બેંક પ્રત્યક્ષ કર જેવા કરવેરા વસૂલવા અને જીએસટીની ચૂકવણી માટે ભારત સરકારની બીજી સૌથી મોટી એજન્સી બેંક છે. વિવિધ રાજ્ય સરકારોએ પણ બેંકને સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશનની ફી વગેરે જેવી વિવિધ વસૂલાતો માટે અધિકૃતતા આપી છે. સરકારના GeM પોર્ટલ મારફતે ખરીદી કરવા જામીનની રકમને સ્વીકારવા માટે બેંક આ પોર્ટલ સાથે પણ એકીકૃત થયેલી છે. ઉલ્લેખનીય છે કે, મનરેગા, પીએમએવાય અને પીએમએસકેવાય જેવી વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને ચૂકવવામાં આવતાં કુલ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ના લગભગ 10%ની ચૂકવણી એચડીએફસી બેંક મારફતે થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે