Corona: ઇમ્યૂનિટી વધારવા કેન્દ્રએ જાહેર કર્યું ખાદ્ય પદાર્થોનું લિસ્ટ, જાણો કઈ-કઈ વસ્તુ છે સામેલ
કોરોના વાયરસથી સાજા થતા લોકોએ ઈમ્યુનિટી અને ઉર્જા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેન્દ્રએ પોતાના mygovindia ટ્વિટર હેન્ડલ દ્વારા કોવિડ વચ્ચે પ્રાકૃતિક રૂપથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાદ્ય પદાર્થોની એક યાદી જાહેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સાજા થતા લોકોએ ઈમ્યુનિટી અને ઉર્જા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેન્દ્રએ પોતાના mygovindia ટ્વિટર હેન્ડલ દ્વારા કોવિડ વચ્ચે પ્રાકૃતિક રૂપથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાદ્ય પદાર્થોની એક યાદી જાહેર કરી છે.
સ્વાદ અને ગંધ ગુમાવવી કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણમાંથી એક છે. કારણ કે તેમાં ભૂખની કમી હોય છે અને દર્દીઓને આ કારણે ભોજન પચાવવામાં મુશ્કેલી થાય છે, તેનાથી માંસપેશિઓને નુકસાન થઈ શકે છે. દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, 'થોડા થોડા સમયે નરમ ભોજન કરવું અને ભોજનમાં સૂકી કેરીને સામેલ કરવી મહત્વપૂર્ણ છે.'
આ છે લિસ્ટ
- પર્યાપ્ત વિટામિન અને ખનીજ પ્રાપ્ત કરવા માટે રંગીન ફળો અને શાકભાજીનું સેવન
-ચિંતાથી છૂટકારો મેળવવા માટે ઓછામાં ઓછા 70 ટકા કોરોની સાથે ડાર્ક ચોકલેટની થોડી માત્રા.
- રોગપ્રતિકારક શત્તિ વધારવા માટે દિવસમાં એકવાર હળદરવાળું દૂધ.
-- થોડા થોડા સમયે નરમ પદાર્થ ખાવો અને ભોજનમાં સુકી કેરી.
- રાગી, ઓટ્સ અને અમરાબેલ જેવા આખા અનાજની ભલામણ કરવામાં આવે છે.
- પ્રોટીનના સારા સ્ત્રોત જેમ કે ચિકન, માછલી, ઈજી, પનીર, સોયા અને બીજ.
- અખરોટ, બદામ, ઓલિવ તેલ અને સરસવના તેલ જેવી સ્વસ્થ ચરબી.
મહામારીની બીજી લહેર વધવાની સાથે દેશમાં સૌથી વધુ દૈનિક કેસ અને એક દિવસમાં રેકોર્ડ મોત સામે આવી રહ્યાં છે. તાવ, શરીરમાં દુખાવાની શરૂઆતથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કોરોના સામે લડવાના ઘણા અવૈજ્ઞાનિક ઉપાયો પણ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યાં છે. કેન્દ્રએ ફરી કહ્યું કે, કોરોનાના 80થી 85 ટકા કેસ તો ઘર પર સામાન્ય સારવાર વગર સાજા થઈ ગાય છે. કેન્દ્રએ સહિષ્ણુતા અનુસાર નિયમિત શારીરિક ગતિવિધિ અને શ્વાસ લેવાના વ્યાયમની સલાહ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે