CAA Notification: દેશમાં આજથી નાગરિકતા સંશોધન કાયદો લાગૂ, કેન્દ્ર સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન

કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદા અંગે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું ગણી શકાય. હવે ત્રણ પાડોશી દેશોના અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા મળી શકશે.

CAA Notification: દેશમાં આજથી નાગરિકતા સંશોધન કાયદો લાગૂ, કેન્દ્ર સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન

કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદા અંગે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું ગણી શકાય. હવે ત્રણ પાડોશી દેશોના અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા મળી શકશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે. વાત જાણે એમ છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે CAA ને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો હતો. પાર્ટીએ મોટો મુદ્દો બનાવ્યો હતો. CAA સંસદથી પસાર થયે આમ તો લગભગ પાંચ વર્ષ વીતી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે આજે આ કાયદાના અમલીકરણ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

શું છે જોગવાઈ
CAA હેઠળ મુસ્લિમ સમુદાયને બાદ કરતા ત્રણ મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી આવનારા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સીએએ સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર ક ર્યું છે. જેને હવે નોટિફિકેશન બાદ લોન્ચ કરાશે. ત્રણ મુસ્લિમ બહુમતીવાળા પાડોશી દેશોથી આવતા ત્યાંના લઘુમતી સમુદાયના લોકોએ આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરકારી તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા અપાશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા વિસ્થાપિત અલ્પસંખ્યકોને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. 

— ANI (@ANI) March 11, 2024

2019માં કેન્દ્ર સરકારે કર્યું કાયદામાં સંશોધન
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સંશોધન કર્યું હતું. તેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર 2014 પહેલા આવનારા છ અલ્પસંખ્યકો (હિન્દુ, ખ્રિસ્તિ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી) ને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમો મુજબ નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે. 

કોને મળશે નાગરિકતા
નાગરિકતા આપવાનો સંપૂર્ણ અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. પાડોશી દેશ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તિ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવા માટે 1955 ના નાગરિકતા અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યું છે. એવા પ્રવાસી નાગરિકો જે પોતાના દેશોમાં ધાર્મિક ઉત્પીડનથી તંગ આવીને 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને શરણ લઈ ચૂક્યા છે. આ કાયદા હેઠળ એવા લોકોને ગેરકાયદેસર પ્રવાસી માનવામાં આવેલા છે જે ભારતમાં પાસપોર્ટ અને વીઝા વગર ઘૂસી આવ્યા છે કે પછી કાયદેસર દસ્તાવેજ સાથે ભારત તો આવ્યા પરંતુ પછી નિર્ધારિત સમયગાળા કરતા વધુ સમય સુધી અહીં રોકાઈ ગયા હોય. 

નાગરિકતા માટે કરવું પડશે આ કામ
સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન બનાવી છે. આ માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. અરજીકર્તા પોતાના મોબાઈલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજીકર્તાઓએજ્યારે તેમણે દસ્તાવેજો વગર ભારતમાં પ્રવેશ કર્યો હતો તે વર્ષ જણાવવાનું રહેશે. અરજીકર્તાઓ પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. નાગરિકતા સંલગ્ન જેટલા પણ આવા કેસ પેન્ડિંગ છે તે બધા ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિતોએ ફક્ત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપી દેશે. 

સિટીજન અમેન્ડમેન્ટ એક્ટ- CAA શું છે?

- બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે CAA

- પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમોને ભારતની નાગરિકતા મળી શકશે

- હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓની નાગરિકતા માટેનો કાયદો

- આ કાયદા હેઠળ એ લોકો ગેરકાયદે પ્રવાસી છે જેઓ ભારતમાં પાસપોર્ટ અને વિઝા વગર રહે છે

- શરણાર્થીઓને ભારતની નાગરિકતા માટે ઑનલાઈન અરજી કરવી ફરજિયાત

- શરણાર્થી અરજદારે જણાવવું પડશે કે તેણે ભારતમાં કયા વર્ષમાં આશરો મેળવ્યો હતો

- શરણાર્થી અરજદારો પાસેથી કોઈ પુરાવા માગવામાં નહીં આવે

- તમામ શરણાર્થીઓએ ફક્ત અરજી કરશે અને ગૃહ મંત્રાલય તપાસ કરીને નાગરિકતા આપશે

- સામાન્ય રીતે ભારતમાં ઓછામાં ઓછાં 11 વર્ષ રહેનારને જ નાગરિકતા આપવાનો નિયમ છે

- CAA આવતાં 3 દેશોના બિન મુસ્લિમોને ભારતમાં 6 વર્ષ થયાં હોય તો પણ નાગરિકતા મળી જશે

- ભારતના નાગરિકોને કોઈ પણ રીતે પ્રભાવિત નથી કરતો CAA કાનૂન

- વર્ષ 2016માં લોકસભામાં અને 2019માં રાજ્યસભામાં પાસ થયું હતું CAA બિલ

- CAAના કાયદાને 12 ડિસેમ્બર 2019માં રાષ્ટ્રપતિની મળી મંજૂરી

- 2024માં CAA લાગુ થતાં બિન મુસ્લિમ શરણાર્થીઓને આપશે ભારતની નાગરિકતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news