Lockdown વચ્ચે કેન્દ્રએ રાજ્ય સરકારોને આપ્યો વધુ એક આદેશ, સામાન્ય લોકોને થશે ફાયદો
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આકડા શબ્દોમાં કહ્યું, 'મંત્રાલયને માહિતી મળી છે કે જરૂરી વસ્તુઓની હેરાફેરી કરતા ટ્રકોને દેશના કેટલાક ભાગમાં રોકવામાં આવી રહ્યાં છે.'
Trending Photos
નવી દિલ્હીઃ ખાવા-પીવાની ચીઝ વસ્તુઓની સાથે-સાથે તમામ જરૂરી વસ્તુઓના પરિવહનની રાહમાં આવી રહેલા અડચણોને ગંભીરતાથી લેકા કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોઈપણ સ્થિતિમાં આ વસ્તુઓ ભરેલા ટ્રકોની કોઈપણ મુશ્કેલી વગર અવરજવર નક્કી કરવાનું કહ્યું છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આકડા શબ્દોમાં કહ્યું, 'મંત્રાલયને માહિતી મળી છે કે જરૂરી વસ્તુઓની હેરાફેરી કરતા ટ્રકોને દેશના કેટલાક ભાગમાં રોકવામાં આવી રહ્યાં છે.'
કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી આપી કે જો આ સ્થિતિ યથાવત રહી તો પછી જરૂરી વસ્તુઓની કમીનો સામનો કરવો પડી શકે છે.
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9000ને પાર, 308 લોકોના મૃત્યુ, જુઓ રાજ્યવાર સ્થિતિ
આ રીતે દેશના કેટલાક ભાગોમાં કોલ્ડ સ્ટોરેજ અને વેયરહાઉસમાં કામકાજની મંજૂરી આપવામાં આવી રહી નથી. તતો ફેક્ટરીઓમાં જેટલા શ્રમિકોની જરૂરીયાત છે એટલા પાસ આપવામાં આવી રહ્યાં નથી.
આ સિવાય કોઈ એક રાજ્ય તરફથી ટ્રકો અને મજૂરોને અવર જવર માટે આપવામાં આવેલા પાસ કે સત્તાવાર પત્રોને બીજા રાજ્યોના અધિકારીઓ માનવાથી ઇનકાર કરી દે છે.
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જરૂરી તથા બિન-જરૂરી વસ્તુઓથી ભરેલા ટ્રકોના પરિવહનને કોઈપણ મુશ્કેલી વગર મંજૂરી આપવામાં આવી બસ ડ્રાઇવરની પાસે કાયદેસર ડ્રાઇવિંગ લાયસન્સ હોય. સાથે ડ્રાઇવરની સાથે તેનો સહાયક પણ હોઈ શકે છે. અધિકારી ડ્રાઇવર પાસે કોઈ અન્ય મંજૂરી પત્રની માગ કરશે નહીં. આ સિવાય સામાન, અનલોડ એટલે કે ઉતાર્યા બાદ પરત આવી રહેલા ટ્રકોને રસ્તામાં રોકવામાં આવે નહીં. ફેક્ટરીઓમાં જઈ રહેલા મજૂરોને જવાની મંજૂરી રહેશે.
દેશભરમાં તમામ વેયરહાઉસ, કોલ્ડ સ્ટોરેજમાં કામકાજ વિઘ્ન વગર ચાલું રહેશે, રાષ્ટ્રીય સંકટની આ ઘડીમાં અધિકારીઓ તેના કામકાજમાં વિઘ્ન પાડશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે