CBSE 12th Result 2023: સીબીએસઈનું ધોરણ 12નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરી શકાશે તમારું રિઝલ્ટ

CBSE 12th Result 2023 Declared: Central Board of Secondary Education (CBSE) ના ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવાયું છે. આ વર્ષે ધોરણ 12માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 

CBSE 12th Result 2023: સીબીએસઈનું ધોરણ 12નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરી શકાશે તમારું રિઝલ્ટ

CBSE Board 12th Result 2023 Out અતુલ તિવારી, અમદાવાદ: Central Board of Secondary Education (CBSE) ના ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવાયું છે. આ વર્ષે ધોરણ 12માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. અત્રે જણાવવાનું કે આ વખતે 16 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષ કરતા 5.38 ટકા પરિણામ ઘટ્યું છે. આ વખતે ત્રિવેન્દ્રમનું સૌથી વધુ  99.91 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અજમેર સેક્ટરનું 89.27% પરિણામ આવ્યું છે. આ વખતે જૂની પેટર્ન મુજબ  પરીક્ષા લેવાઈ હતી. 

કોનું સૌથી વધુ અને કોનું સૌથી ઓછું
આ વખતે સૌથી વધુ પરિણામ ત્રિવેન્દ્રમનું 99.91 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે બીજા નંબરે બેંગ્લુરુનું 98.64 ટકા, ચેન્નાઈ ત્રીજા નંબરે 97.40 ટકા છે. સૌથી ઓછા પરિણામની વાત કરીએ તો પ્રયાગરાજનું સૌથી ઓછું 78.05 ટકા પરિણામ આવ્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરા કરતા વધુ છે. આ વખતે 90.68 ટકા છોકરીઓ પાસ થઈ છે જ્યારે 84.67 ટકા છોકરાઓ પાસ થયા છે. એટલે કે છોકરાઓ કરતા છોકરીઓનું 6.01 ટકા પરિણામ વધુ છે. 

આ રીતે ચેક કરી શકશો પરિણામ

વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સત્તાવાર પરિણામ વેબસાઇટ, cbse.gov.in, cbseresults.nic.in પર માર્કશીટ ચકાસી શકશે. વિદ્યાર્થીઓ digilocker.gov.in અને UMANG એપ પર પણ તેમનું પરિણામ ચકાસી શકે છે.  પરિણામ ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષા રોલ નંબરની મદદથી લોગિન કરવું પડશે. વિદ્યાર્થીઓ પરિણામ સંબંધિત કોઈપણ નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખે છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે, CBSEની સત્તાવાર વેબસાઇટ સિવાય, બોર્ડ ડિજીલોકર પર પણ પરિણામ જાહેર કરશે. તમે નીચે ડિજીલોકર પર પરિણામ તપાસવાની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ જોઈ શકો છો.

CBSE 10th Result 2023 On Digilocker: તમે આ રીતે પરિણામ ચકાસી શકો છો
સ્ટેપ 1: CBSE પરિણામ જાહેર થયા પછી સૌ પ્રથમ તમારા સ્માર્ટ ફોનમાં સર્ચ એન્જિન Google ખોલો.
સ્ટેપ 2: અહીં DigiLocker વેબસાઇટ digilocker.gov.in પર જાઓ અથવા પ્લે સ્ટોરમાં DigiLocker એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ખોલો.
સ્ટેપ 3: હોમ પેજ પર સાઇન અપ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 4: તમારું નામ (આધાર કાર્ડ મુજબ), જન્મ તારીખ, કેટેગરી, માન્ય મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર નંબર અને 6 અંકની સુરક્ષા પિન દાખલ કરો.
સ્ટેપ 5: માંગેલી બધી જરૂરી વિગતો ભર્યા પછી, યૂઝરનેમ સેટ કરો.
સ્ટેપ  6: એકાઉન્ટ બની ગયા પછી, 'CBSE' લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 7: અહીં,  'CBSE X Result 2023' લિંક પર ક્લિક કરો.
સ્ટેપ  8: તમારો રોલ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો. તમારું પરિણામ સ્ક્રીન પર ખુલશે.
સ્ટેપ 9: તેને તપાસી અને ડાઉનલોડ કર્યા પછી, તમે પ્રિન્ટઆઉટ લઈ શકો છો અને તેને તમારી સાથે રાખી શકો છો.

તમે આ વેબસાઈટ પરથી પણ સીબીએસઈનું પરિણામ જોઈ શકો છો
cbseresults.nic.in
cbse.nic.in
cbse.gov.in
digilocker.gov.in
results.gov.in
DigiLocker
UMANG

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news