ગુજરાતમાં બિપોરજોયની દહેશત વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ જાહેર

Biparjoy Cyclone: વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને 8 જિલ્લાના વહીવટી અધિકારીઓએ ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડની મોટી યોજના જાહેર કરી છે.

ગુજરાતમાં બિપોરજોયની દહેશત વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ જાહેર

Biparjoy Cyclone: ગુજરાત સૌથી મોટી કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચક્રવાત બિપોરજોય સામે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરવા ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને 8 જિલ્લાના વહીવટી અધિકારીઓએ ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડની મોટી યોજના જાહેર કરી છે.

— ANI Digital (@ani_digital) June 13, 2023

દરમિયાન ગુજરાતમાં જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, મોરબી અને રાજકોટમાં મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ચક્રવાત ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લાઓમાં NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.

— ANI (@ANI) June 13, 2023

NDRFની કચ્છમાં ચાર, દેવભૂમિ દ્વારકામાં ત્રણ, રાજકોટમાં ત્રણ, જામનગરમાં બે, જૂનાગઢ પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડમાં એક-એક ટીમ તૈનાત છે. આ ઉપરાંત બરોડામાં ત્રણ અને ગાંધીનગરમાં એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બીજી તરફ, કચ્છ, જામનગર અને દ્વારકામાં SDRFની બે ટીમો, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતમાં એક ટીમને રિઝર્વમાં રાખવામાં આવી છે.

— Press Trust of India (@PTI_News) June 13, 2023

8000 કરોડમાંથી કોને કેટલા મળશે 
અમિત શાહે કહ્યું કે રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે કુલ રૂ. 5,000 કરોડનો પ્રોજેક્ટ, સૌથી વધુ વસ્તી ધરાવતા સાત મહાનગરો-મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે માટે રૂ. 2,500 કરોડનો પ્રોજેક્ટ-શહેરી પૂરના જોખમને ઘટાડવા માટે અને 17 રાજ્યોમાં ભૂસ્ખલન નિવારણ માટે 825 કરોડની રકમનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news