1 કરોડ પગાર, 6-7 કલાકનું કામ..... છતાં આ નોકરી માટે અરજી કરતા ડરી રહ્યાં છે લોકો, જાણો કેમ?

Attaractive Jobs : જો તમે પણ નોકરી કરવા ઈચ્છો છો તો આ નોકરી કરી શકો છો. પરંતુ તે પહેલા તમારે દરેક જાણકારી ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઈએ. જાણી લો આ નોકરી માટે શું યોગ્યતા છે. 
 

1 કરોડ પગાર, 6-7 કલાકનું કામ..... છતાં આ નોકરી માટે અરજી કરતા ડરી રહ્યાં છે લોકો, જાણો કેમ?

નવી દિલ્હીઃ માત્ર લાઇટ બલ્બ ચેન્જ કરવાના બદલામાં એક કરોડ રૂપિયા પગાર... વાંચીને ચોંકી જશો. પરંતુ સોશિયલ મીડિયા પર આવી એક નોકરીની ઓફર ચર્ચામાં છે. પરંતુ આટલા મોટા પગાર છતાં વધુ લોકો આ નોકરી માટે અરજી કરી રહ્યાં નથી. કારણ કે તેમાં ખુબ જોખમ છે. આવો જાણીએ વિગત..

સોશિયલ મીડિયા પર વાયરલ નોકરીની આ જાહેરાત પ્રમાણે નોકરી છે Tower Lantern Changer (ટાવર લાલટેન ચેન્જર) ની, જે અમેરિકાના સાઉથ ડેકોટા (South Dakota, US) માં નિકળી છે. તેમાં તમારે 600થી વધુ મીટરની ઊંચા સિગ્નલ ટાવર પર ચઢીને તેનો બલ્બ બદલવો પડશે.

નોંધનીય છે કે આ ટાવર સામાન્ય ટાવરથી અલગ હોય છે. જેટલી ઊંચાઈ પર પહોંચે છો, તે ટાવર ખુબ પાતળો થવા લાગે છે. તેના શીખર (ટોપ) પર પહોંચવું અને ત્યાં ઊભા રહીને બલ્બ બદલવો, એક મુશ્કેલ કામ છે. ઉપર ચઢવા માટે સેફ્ટીમાં માત્ર એક રસ્સી (સેફ્ટી કેબલ) નો ઉપયોગ થાય છે. 

મિરર યૂકે પ્રમાણે આ નોકરીની જરૂરી શરત છે કે અરજીકર્તાને ઊંચાઈથી ડર ન લાગવો જોઈએ. તે શારીરિક રૂપથી ફિટ હોવો જોઈએ. એક વર્ષથી ઓછો અનુભવ હોય તે પણ અરજી કરી શકે છે. પગાર અનુભવના આધારે હશે. પરંતુ શરૂઆતી આવક સામાન્યથી ખુબ વધુ હશે. 

કેટલું છે મુશ્કેલ આ કામ?
જણાવવામાં આવ્યું કે જમીનથી 600  મીટરના ટાવરના ટોપ પર ચઢવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. આટલો સમય ઉતરવામાં પણ લાગશે. એટલે કે 6-7 કલાકની નોકરી હશે. આ સિવાય ટાવરના ટોપ પર 100 કિમી/ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે, જે લાઇટ બલ્બ બદલવાના કામને વધુ મુશ્કેલ બનાવે છે. 

જે વ્યક્તિ આ કામ કરશે તેને 100000 પાઉન્ડ (આશરે 1 કરોડ રૂપિયા) નું વાર્ષિક પેકેજ મળશે. દર છ મહિનામાં એકથી બે વખત કોઈ ટાવરનો બલ્બ ચેન્જ કરવાનો હોય છે. વ્યક્તિએ એકલાએ ટાવર પર ચઢીને આ કામ કરવું પડશે. 

ટિકટોક પર આવી નોકરીની જાહેરાત
આ નોકરીની જાહેરાત ટિકટોક પર છવાઈ છે. પરંતુ મોટા પગાર છતાં ઓછા લોકો અરજી કરી રહ્યાં છે, કારણ કે આ જોખમી કામ છે. સૌથી પહેલા જાહેરાતને Science8888 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી, જેને લાખો લોકો જોઈ ચુક્યા છે. જાહેરાતવાળા વીડિયોમાં એક વ્યક્તિ ઊંચાઈ પર ચઢતો જોવા મળે છે. કેપ્શનમાં લખ્યું છે- બધા આ ન કરી શકે. પરંતુ આ વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news