બેઘર-ભિખારીઓના Vaccination માટે કેન્દ્રએ બનાવ્યો પ્લાન, રાજ્યોને પત્ર લખી આપ્યો આ આદેશ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan) ફૂટપાથ પર રહેતા લોકો અને ભિખારીઓના વેક્સીનેશન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલનમાં વિશેષ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan) ફૂટપાથ પર રહેતા લોકો અને ભિખારીઓના વેક્સીનેશન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલનમાં વિશેષ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શુક્રવારે પત્ર લખીને જાણ કરવામાં આવી છે.
SC એ કેન્દ્રને મોકલી હતી નોટિસ
સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેતરમાં ફૂટપાથ પર રહેતા લોકો અને ભિખારીઓ માટે વેક્સીનેશન બાબતે સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રસ્તા અને લાલ બત્તીઓથી ભિખારીને હટાવવાનો આદેશ કરી શકાતો નથી. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે કહ્યું કે જો ગરીબી ન હોત તો કોઈ ભીખ માંગવા ઇચ્છતું નથી.
'ભીખ માંગવાનું કારણ ગરીબી છે'
સુપ્રીમ કોર્ટે (Supreme Court) ટિપ્પણી કરી હતી કે ભીખ માંગવાનું કારણ ગરીબી છે. આપણે આ અંગે માનવીય વલણ અપનાવવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભિખારીઓએ જાહેર સ્થળો અને ટ્રાફિક પોસ્ટથી દૂર ન જવું જોઈએ. જ્યારે ગરીબી ભીખ માંગવા વ્યક્તિને મજબૂર કરે છે ત્યારે કોર્ટ આવું કડક વલણ અપનાવી શકતી નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, આ એક સામાજિક-આર્થિક સમસ્યા છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં શેરીમાં રહેતા અને ભિખારીઓના વેક્સીનેશન અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.
(ઇનપુટ: એજન્સીથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે