ભારત સરકારે ચીનને તેની જ ભાષામાં આપ્યો જડબાતોડ જવાબ, કરી બોલતી બંધ
ભારત સરકારે ચીનને જડબાતોડ જવાબ આપતા તમામ એરલાઈન્સને ચીની નાગરિકોને ભારત લાવવા પર રોક લગાવવાના નિર્દેશ આપ્યા છે. જો કે ભારત સરકારે અનૌપચારિક રીતે તમામ ભારતીય અને વિદેશી એરલાઈન્સને જે આદેશ આપ્યો છે તેમાં સ્પષ્ટપણ કહેવાયું છે કે ચીની નાગરિકોને ભારત લાવવા નહીં.
Trending Photos
નવી દિલ્હી: ભારત સરકારે ચીનને જડબાતોડ જવાબ આપતા તમામ એરલાઈન્સને ચીની નાગરિકોને ભારત લાવવા પર રોક લગાવવાના નિર્દેશ આપ્યા છે. જો કે ભારત સરકારે અનૌપચારિક રીતે તમામ ભારતીય અને વિદેશી એરલાઈન્સને જે આદેશ આપ્યો છે તેમાં સ્પષ્ટપણ કહેવાયું છે કે ચીની નાગરિકોને ભારત લાવવા નહીં.
દિલ્હીને Driverless Metro ની ભેટ, PM મોદીએ કહ્યું- 2025 સુધીમાં 25 શહેરોમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય
ભારત સરકારનો ચીનને તેની જ ભાષામાં જવાબ
કહેવાય છે કે ભારત સરકારે જવાબી કાર્યવાહી હેઠળ આ પગલું ભર્યું છે. આ અગાઉ ચીને નવેમ્બરમાં ભારતીય નાગરિકોના પોતાના ત્યાં પ્રવેશ પર રોક લગાવી હતી. આ બાજુ ચીનના અનેક પોર્ટ પર લગભગ દોઢ હજાર ભારતીયો ફસાયેલા છે. કારણ કે ચીન તેમને કિનારે આવવાની મંજૂરી આપતું નથી.
એરલાઈન્સે લેખિતમાં માંગ્યા નિર્દેશ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ કેટલીક એરલાઈન્સે અધિકારીઓ પાસે લેખિતમાં નિર્દેશ માંગ્યા છે. તેમનું કહેવું છે કે લેખિત નિર્દેશ મળ્યા બાદ જ તેઓ ટિકિટ બુક કરાવી ચૂકેલા ચીની નાગરિકોને બોર્ડિંગ કરવાની ના પાડી શકે છે અને તેનું કારણ જણાવી શકે છે.
ભારત-ચીન વચ્ચે બંધ છે હવાઈ સેવા
અત્રે જણાવવાનું કે ભારત તરફથી હાલ ટુરિસ્ટ વિઝા આપવામાં આવતા નથી, પરંતુ વિદેશીઓને કામ અને અન્ય કેટલીક કેટેગરીમાં નોન ટુરિસ્ટ વિઝા પર આવવાની મંજૂરી છે. ભારત અને ચીન વચ્ચે ઉડાણ હાલ સસ્પેન્ડ છે, પરંતુ ચીની મુસાફરો બીજા દેશમાં થઈને ભારત પહોંચી રહ્યા છે.
કોરોના કેસ મળતા ચીને ભર્યું હતું પગલું
ચીને નવેમ્બરમાં કોરોના વાયરસ મહામારીનું કારણ આગળ ધરીને વિઝા કે આવાસ પરમિટ ધરાવતા ભારત સહિત અનેક દેશોના નાગરિકોના પ્રવેશ પર રોક લગાવી હતી. અત્રે જણાવવાનું કે વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની દિલ્હી-વુહાન ફ્લાઈટમાં લગભગ 20 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે 40 લોકોમાં એન્ટીબોડી મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે