વડોદરામાં લવ જેહાદ: વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર યુવતિના પિતાનું મોત

યુવતિના લગ્નથી નારાજ પિતાએ છેલ્લા એક સપ્તાહથી અન્નનો કર્યો હતો. ત્યારે રવિવારે યુવતિના પિતાનું મોત નિપજ્યું છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ સર્જાયો છે. 

વડોદરામાં લવ જેહાદ: વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર યુવતિના પિતાનું મોત

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરના નાગરવાડા વિસ્તારમાં લવજેહાદના સમાચારે ગુજરાતભરમાં ચકચાર મચાવ્યો હતો. વડોદરાની બ્રાહ્મણ યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કર્યું હતું. હિન્દુ સંગઠનોએ યુવક અને યુવતી ના લગ્ન સામે વિરોધ કર્યો હતો. યુવતિના લગ્નથી નારાજ પિતાએ છેલ્લા એક સપ્તાહથી અન્નનો કર્યો હતો. ત્યારે રવિવારે યુવતિના પિતાનું મોત નિપજ્યું છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ સર્જાયો છે. 

તા.16 ડિસેમ્બરના રોજ વડોદરામાં 23 વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે નિકાહ (love jihad) કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. 23 વર્ષીય યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેના નિકાહ કરાવાયા છે. અયાઝ શેખ નામના યુવકે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ બદલીને આહિરા શેખ કરાવ્યું અને મહારાષ્ટ્રમાં જઈને નિકાહ કર્યા હતા. ત્યારે બે દિવસથી હિન્દુ જાગરમ મંચ અને હિન્દુ સમાજ દ્વારા આ ઘટનાને વખોડીને યુવકને ધર્મ પરિવર્તન કરવાની માંગ કરી છે. 

ત્યારે ચકચારી કિસ્સામાં શહેરના અગ્રણીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો અને તેમજ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી હતું. તો સમગ્ર કિસ્સા મામલે યુવતીના ભાઈએ જણાવ્યું કે, યુવકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી મારી બહેનનો પરિચય કર્યો હતો. મને મારી બહેન પાછી જોઈએ, એને પટાવી ફોસલાવી માઈન્ડ વોશ કરવામાં આવ્યું છે. સમગ્ર મામલામાં ભાજપ નેતાઓ અને હિન્દુ સંગઠનો વચ્ચે પડ્યા હતા. તો બીજી તરફ યુવતીના પિતાએ કહ્યું કે, તેઓ સમગ્ર ઘટના મામલે અંધારામાં હતા. 

યુવતીની આપવીતી
ધર્મ પરિવર્તન કરનારી યુવતીએ કહ્યું કે, તે 6 વર્ષથી અયાઝના સંપર્કમાં હતી. શરૂઆતના દિવસોમાં મળ્યા બાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા. જેના બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મને નિકાહ કરવા માટે અયાઝ મુંબઈ લઈ ગયો હતો, જ્યાં બાન્દ્રાની મસ્જિદમાં મારા નિકાહ કરાવાયા હતા. જેના બાદ અમે વડોદરા આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મને લોકોનો સપોર્ટ મળ્યો હતો. લોકોએ મને સમજાવી છે. તેથી વિચારીશ. હવે હુ અયાઝને પણ હિન્દુ બનવા માટે કહીશ. 

સરકાર લવ જેહાદનો કડક કાયદો બનાવે - નીરજ જૈન 
વડોદરામાં હિન્દુ યુવતી દ્વારા મુસ્લિમ યુવક સાથે નિકાહ કરવાનો મામલા હિન્દુ જાગરણ મંચના નેતા નીરજ જૈને કહ્યું કે, વડોદરામાં લવ જેહાદનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. હિન્દુ યુવતીઓને ફસાવીને તેઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. વડોદરાની યુવતીએ પણ હિન્દુ યુવક સાથે નિકાહ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા બે માસમાં 79 બનાવો બન્યા છે. પરંતુ મુસ્લિમ યુવક હિન્દુ ધર્મ નથી અપનાવતા. ત્યારે સરકાર પાસે લવ જેહાદનો કડક કાયદો બનાવવા અમારી માંગ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news