CBSE 12th Practical Date: ઓનલાઇન લેવાશે સીબીએસઈ ધોરણ-12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો શું છે અપડેટ

પ્રેક્ટિકલ અને ઓનલાઇન અસેસમેન્ટના નંબર 28 જૂન સુધી સબ્મિટ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સીબીએસઈના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે શાળાઓને મોકલેલા પત્રમાં આ નિર્દેશ આપ્યા છે. 

CBSE 12th Practical Date: ઓનલાઇન લેવાશે સીબીએસઈ ધોરણ-12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો શું છે અપડેટ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન  (CBSE) એ 12th પ્રેક્ટિકલ/ઇન્ટરનલ અપલોડ કરવાની તારીખ આગળ વધારી દીધી છે.  CBSE એ સ્કૂલોને કહ્યું છે કે તે ધોરણ-12 ના પ્રેક્ટિકલ માર્ક્સ અને ઇન્ટરનલ અસેસમેન્ટ માત્ર ઓનલાઇન પૂરા કરે. પ્રેક્ટિકલ અને ઓનલાઇન અસેસમેન્ટના નંબર 28 જૂન સુધી સબ્મિટ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સીબીએસઈના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે શાળાઓને મોકલેલા પત્રમાં આ નિર્દેશ આપ્યા છે. 

28 જૂન છેલ્લી તારીખ
સીબીએસઈના એક્ઝામ કંટ્રોલરે કહ્યું કે, સ્કૂલ કોવિડ મહામારી (Covid Pandemic) ને કારણે તમામ વિષયોમાં સ્કૂલ બેસ માર્કિંગ પૂરી કરી શકી નથી. તે શાળાઓને માત્ર ઓનલાઇન માધ્યમથી માર્કિંગ પૂરી કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ માટે 28 જૂન છેલ્લી તારીખ છે. પ્રેક્ટિકલ એક્ઝામની પ્રક્રિયાની રૂપરેખા વિશે કહ્યું કે, બહારના એક્ઝામિનન ઓનલાઇન સ્ટૂડન્ટની ઓરલ ટેસ્ટ લેશે અને આ દરમિયાન ઇન્ટરનલ એક્ઝામિનર પણ ઓન-સ્ક્રીન હાજર રહેશે. 

પરીક્ષાના દિવસે મળશે લિંક
એક્ઝામ કંટ્રોલર ભારદ્વાજે કહ્યુ- એક્ઝામ કંડક્ટ થવાના સર્ટિફિકેટના રૂપમાં ત્રણેયનો સ્ક્રીનશોટ સ્કૂલ લેશે. વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાની તારીખ વિશે જાણકારી આપવી પડશે. પરંતુ વાસ્તવિક લિંક માત્ર પરીક્ષાના દિવસે આપવામાં આવશે. સીબીએસઈએ ફેબ્રુઆરીમાં 10 અને 12મા ધોરણની પ્રેક્ટિકલ એક્ઝામ, ઇન્ટરનલ અસેસમેન્ટ અને પ્રોજેક્ટ વર્કને એક માર્ચથી 11 જૂન વચ્ચે કરાવવાનું કહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news