શું PM મોદી કોંગ્રેસના નામે સુપ્રીમ કોર્ટની સામે સવાલ ઉઠાવશે? કપિલ સિબ્બલનો પ્રહાર
કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો કે રાજનીતિક ફાયદા માટે વડાપ્રધાન મોદી રામ મંદિરના નામે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : રામ મંદિર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસને નિશાન પર લીધા હતા. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેઓ રામ મંદિર નિર્માણની રાહમાં રોડા નાખે છે. વડાપ્રધાન મોદીના આરોપો અંગે કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના સીનિયર એડ્વોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે, વડાપ્રધાનનો આરોપ છે કે રામ મંદિર મુદ્દે સુનવણી સુપ્રીમ કોર્ટમાં થઇ રહી છે. તેના માટે કોંગ્રેસ જવાબદાર છે. હું જણાવવા માંગુ છું કે આ મુદ્દે ન તો કોંગ્રેસ અને ન તો ભાજપ પક્ષકાર છે. હું આ મુદ્દે માત્ર એખ પક્ષકારનો વકીલ છું.
કપિલ સિબ્બલે આગળ કહ્યું કે, હું જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે સુપ્રીમ કોર્ટમાં હાજર નહોતા થયા. ઓક્ટોબર મહિનામાં રામ મંદિર મુદ્દે સુનવણી સુપ્રીમ કોર્ટમાં થઇ. ચીફ જસ્ટિસે કહ્યું કે, આ કેસ ખુબ જ મહત્વપુર્ણ નથી. એવામાં શું વડાપ્રધાન મોદી ન્યાયાલયની વિરુદ્ધ બોલવાની હિમ્મત રાખે છે? કપિલ સિબ્બલે સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન મોદી આ મુદ્દે એટલા માટે ઉઠાવી રહ્યા છે, કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી ગઇ છે. આ મુદ્દાને મહત્વ આપીને રાજનીતિક ફાયદો ઉઠાવવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અલવરમાં ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અયોધ્યા મુદ્દે કોંગ્રેસ ન્યાયીક પ્રક્રિયામાં દખલ આપી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ મુદ્દે કોંગ્રેસના વકીલે કોર્ટમાં સુનવણી ટાળવાની અપીલ કરી હતી. વડાપ્રધાને તેમ પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં મોટા મોટા વકીલોને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલવા લાગ્યા છે. ભાજપની પાસે હાલ રાજ્યસભામાં બહુમતી નથી. જો કે રાજ્યસભામાં કોંગ્રેસ ગંદી રમત રમી રહી છે. સુપ્રીમ કોર્ટનાં વકીલ રામ મંદિર મુદ્દે દબાણ કરે છે. તેઓ કહે છે કે 2019 સુધી આ કેસ પર ચુકાદો ન આપો. આ પ્રકારે દબાણ કરવાની રાજનીતિ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે