ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરનાર યુવક ઝડપાયો

યુવક દ્વારા યુવતીનું ફેક એકાઉન્ડ બનાવી તેના બિભત્સ ફોટા અપલોડ કરતો હતો. 

ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરનાર યુવક ઝડપાયો

જાવેદ સૈયદ/અમદાવાદઃ ઈન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે ત્યારે તેનો  દુરૂપયોગ પણ ઘણો થવા લાગ્યો છે. કોઈને હેરાન કરવા કે બદનામ કરવાના ઈરાદાથી પણ આ માધ્યમનો  ઉપયોગ ઘણા લોકો કરતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. 

ક્રિષ્ના ગોહિલ નામના વ્યક્તિ દ્વારા ફેસબુક પર મનસ્વી ઝા નામની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું  હતું. જેમાં યુવતીના બીભત્સ ફોટા મુકીને તેના સસરા અને પરિવાજનોને ટેગ કર્યા હતા. આ મામલે યુવતીના  સસરાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના પાસેથી મોબાઇલ, રાઉટર અને  લેપટોપ કબજે કર્યાં છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ક્રિષ્ના ગોહિલ નામનો વ્યક્તિ સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. આશરે દોઢ વર્ષ પહેલા તેની  ભોગ બનનાર યુવતી સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ યુવતીના લગ્ન થઈ જતા તે ઓસ્ટ્રેલિયા રહેવા જઈ રહી  હતી. ત્યારબાદ તેણે આ યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી યુવતીને બદનામ કરવા માટે યુવકે  આ ષડયંત્ર કર્યું હતું. હાલતો પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news