MP હની ટ્રેપ: થયો મોટો ખુલાસો, આ રીતે સેક્સ અને બ્લેકમેઈલની જાળમાં ફસાતા હતા નેતાઓ અને અધિકારીઓ

ઈન્દોરનો હની ટ્રેપ મામલો અત્યારે સતત ચર્ચામાં છે. આ હાઈ પ્રોફાઈલ કેસમાં નેતાઓથી લઈને સરકારી ઓફિસરો સુધીના નામ સામે આવ્યાં છે. એક પછી એક રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે.

MP હની ટ્રેપ: થયો મોટો ખુલાસો, આ રીતે સેક્સ અને બ્લેકમેઈલની જાળમાં ફસાતા હતા નેતાઓ અને અધિકારીઓ

નવી દિલ્હી: ઈન્દોરનો હની ટ્રેપ મામલો અત્યારે સતત ચર્ચામાં છે. આ હાઈ પ્રોફાઈલ કેસમાં નેતાઓથી લઈને સરકારી ઓફિસરો સુધીના નામ સામે આવ્યાં છે. એક પછી એક રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે હની ટ્રેપ ગેંગની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ ગેંગ લીડર નેતાઓ અને ઓફિસરોના ફોન ટેપ કરાવતી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ બેંગ્લુરુની એક ખાનગી કંપની દ્વારા નેતાઓ અને ઓફિસરોના ફોન પર નજર રાખવામાં આવતી હતી. એટલું જ નહીં બ્લેકમેઈલિંગ માટે લિપસ્ટિક અને ચશ્મામાં કેમેરા ફીટ કરવામાં આવતા હતાં. જેથી કરીને વિક્ટિમના વીડિયો બનાવી શકાય. 

સૂત્રોના જણાવ્યાં મુજબ બેંગ્લુરુની ખાનગી કંપની પાસેથી સાઈબર સિક્યુરિટી, સાઈબર ફોરેન્સિક અને ફોન સિક્યુરિટી જેવા કામ કરાવવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ ચેટિંગ, એસએમએસની સાથે ફોન કોલ પણ રેકોર્ડ  કરાવવામાં આવ્યાં. આ મામલા સંબંધિત અધિકારીઓની જાણકારી મેળવવા માટે SIT આકાશ પાતાળ એક કરી રહી છે. હની ટ્રેપ ગેંગ મોબાઈલ ડેટા દ્વારા ઓફિસરોને બ્લેકમેઈલ કરીને કોન્ટ્રાક્ટ અને નોકરીઓ અપાવવાનું કામ કરતી હતી. 

એવું કહેવાય છે કે આ મામલે નેતાઓ અને અધિકારીઓની 4000  જેટલી અશ્લિલ વીડિયો ટેપ અને સેક્સ ચેટ પુરાવા તરીકે ભેગા કરાયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ સેક્સ ચેટ એટલી બધી સ્પષ્ટ છે કે તેને ટ્રાન્સસ્ક્રાઈબ કરતા કરતા તો  પોલીસકર્મીઓના મોઢા લાલ થઈ ગયા હતાં. આ ગેંગની મુખ્ય આરોપી 48 વર્ષની શ્વેતા જૈન છે. બીજી આરોપીનું નામ પણ શ્વેતા જૈન છે. ત્રીજી આરોપીનું નામ બરખા સોની છે. અન્ય બે આરોપીઓમાં એક 18 વર્ષની કોલેજ સ્ટુડન્ટ છે જ્યારે પાંચમી આરોપીનું નામ આરતી દયાલ છે. આ ઉપરાંત એકમાત્ર પુરુષ વ્યક્તિ ડ્રાઈવર ઓમ પ્રકાશ છે જેને આરતી અને કોલેજ વિદ્યાર્થીની સાથે ઈન્દોરથી પકડવામાં આવ્યો હતો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે તપાસ કરી રહેલી ટીમને ગેંગ સંબંધિત અનેક ફરિયાદો મળી રહી છે. ફરિયાદો SIT, પોલીસ હેડક્વાર્ટર અને સીએમ સચિવાલય સુધી પહોંચી રહી છે. હની ટ્રેપ કાંડની તપાસ કરી રહેલી SITએ નાના મોટા દરેક શહેર અને ગામમાં ફેલાયેલા પાત્રો સુધી  પહોંચવા માટે રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ માટે તેમણે એક ઈ મેઈલ આઈડી પણ બનાવ્યું છે જેના પર માહિતી મેળવી શકાય. હની ટ્રેપ કાંડની તપાસ માટે એસઆઈટીએ ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ ટીમના પ્રમુખનું કહેવું છે કે જે પણ અપરાધી જાણમાં આવશે તેનું નામ સામે આવશે. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news