મધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેત

Gujarat Flood Alert : મધ્ય પ્રદેશમાં લાલ દેવળ મંદિર બહુ જ પ્રાચીન મંદિર છે, આ શિવજીનું મંદિર છે. તેના પર આજે પણ લાલ રંગ લગાવવામાં આવે છે, આ મંદિર પૂરના પાણીમાં જ્યારે અડધુ ડૂબી જાય ત્યારે ગુજરાતના અનેક વિસ્તોરમાં જળબંબાકાર થાય છે 
 

મધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેત

Burhanpur Lal Deval temple : અત્યાર સુધી હવામાનવિભાગને પૂર અને વરસાદના સંકેત ખાસ મશીન દ્વારા મળે છે. પરંતું મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં વહેતી તાપ્તી નદીના રાજઘાટ પર એક એવું મંદિર આવેલું છે, જેનું ડૂબવું ગુજરાતમાં પૂરનું એલર્ટ માનવામાં આવે છે. હકીકતમાં આ મંદિરના ડૂબતા જ ગુજરાતમાં વહેતી તાપ્તી નદીમાં પૂર આવવાના સંકેત મળે છે. ઈતિહાસકારોનું કહેવું છે કે, આ મંદિર બહુ જ જૂનું છે. 

તેને લાલ દેવળ મંદિરના નામથી જાણવામાં આવે છે. આ શિવજીનું મંદિર છે. તેના પર આજે પણ લાલ રંગ લગાવવામાં આવે છે. આ મંદિર પૂરના પાણીમાં અડધુ ડૂબી જાય છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બને છે. મઘ્ય પ્રદેશમાં જ્યારે તાપ્તી નદી રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે મંદિર પાણીમાં ડૂબી જાય છે. તેના પાંચ દિવસ બાદ સુરત સહિત આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ બને છે.  

મંદિરમાં લાલ કલર કેમ
ઈતિહાસકારો કહે છે કે, બુરહાનપુરમાં તાપ્તી નદીના રાજઘાટ પર લાલ દેવળ શિવજીનું મંદિર અતિપ્રાચીન મંદિર કહેવાય છે. તાપ્તી નદી જ્યારે રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. તેના પાંચ દિવસ બાદ ગુજરાતના સુરત અને આસપાસના વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળે છે. આ મંદિર પૂરના આવતા સંકેતનું એલર્ટ માનવામાં આવે છે. આજે પણ આ મંદિર પર લાલ રંગ લગાવવામાં આવે છે. આ મંદિરમાં પ્રાચીન શિવજીની પ્રતિમા છે. જ્યા લોકો પૂજા અર્ચના કરવા માટે પહોંચે છે. પાણી જ્યારે ઉતરે છે, તો લોકો તેની પૂજા કરે છે.  

તાપ્તી નદીમાં પૂર
હાલ પહાડી વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે બૈતૂલથી નીકળતી તાપ્તી નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. ઘાટના કિનારે લાલ દેવળ મંદિર ડૂબી ગયું છે. હવે 5 દિવસ બાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની રહેશે. તેને લઈને બુરહાનપુરમાંપૂરના જળસ્તર વધતા સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. જેથી કોઈ દુર્ઘટના ન બને. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news