ઘાસ કાપીને પરત ફરી રહેલા જવાનો પર પાકિસ્તાની સૈનિકોનું ફાયરિંગ
જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ઘાસ કાપીને જમીન સાફ કરી રહેલા બીએસએફનાં જવાનો પર પાકિસ્તાન દ્વારા અચાનક ફાયરિંગ કરાયું હતું
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ - કાશ્મીરમાં નિયંત્રણ રેખાની નજીક ઘાસ કાપવા અને જમીનની સફાઇ કરવા માટે ગયેલા સીમા સુરક્ષા દળનાં કેટલાક જવાનો પર પાકિસ્તાન તરફથી અચાનક ફાયરિંગ ચાલુ કરી દેવાઇ હતી. ત્યાર બાદ બીએસએફનો એક જવાન ગુમ થઇ ગયો છે. સેના અને બીએસએફ મળીને ગુમ જવાનને શોધી રહ્યા છે.
સુત્રો અનુસાર જમ્મુ કાશ્મીરનાં રામગઢ સેક્ટરમાં બીએસએફનો એક જવાન ગુમ છે. તેમણે જણાવ્યું કે, બીએસએફનાં જવાન જ્યારે ઘાસ કાપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર ચાલુ કરી દીધો. ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહીની તરફ પોતાનો બચાવ કર્યો પરંતુ આ દરમિયાન બીએસએફનાં જવાનો ગુમ થઇ ગયા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનની ગોળીબારથી ઘાયલ થઇ ગયા હશે.
સુત્રો અનુસાર જમ્મુ કાશ્મીરનાં રામગઢ સેક્ટરમાં બીએસએફનો એક જવાન ગુમ છે. તેમણે જણાવ્યું કે, બીએસએફના જવાન જ્યારે ઘાસ કાપીને પરત ફરી રહ્યા હતા. ત્યારે પાકિસ્તાની સૈનિકોએ ગોલીબાર ચાલુ કરી દીધો હતો. ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને પોતાનો બચાવ કર્યો. જો કે આ દરમિયાન બીએસએફનાં એક જવાન ગુમ થઇ ગયા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનનાં ગોળીબારથી તેઓ ઘાયલ થયા હોઇ શકે છે. સર્ચ અભિયાન મોડી રાત સુધી ચાલુ રહ્યું. જણાવાઇ રહ્યું છે કે એલઓસી પર સમયાંતરે સતત ફાયરિંગ થઇ રહ્યુ્ં છે.
અગાઉ આતંકવાદીઓએ સોમવારે જમ્મુ કાશ્મીરનાં કુલગામમાં પ્રાદેશિક સેનાનાં જવાનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કુલગામનાં શુરટ ગામમાં આતંકવાદીઓએ પ્રાદેશિક સેનાની 162મી બટાલિયનનાં જવાન મુખ્તાર અહેમદ મલિકને તેનાં ઘરમાં ઘુસીને ગોળી મારી દીધી હતી. આતંકવાદીઓ પત્રકાર બનીને ઘરમાં ઘુસ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે