યેદિયુરપ્પા: જે મિલમાં ક્લાર્ક હતા તેના માલિકની પુત્રી સાથે કર્યા લગ્ન, હવે ચોથી વખત બન્યાં CM

બીએસ યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટક મુખ્યમંત્રી બન્યા, કર્ણાટકની રાજનીતિમાં તેઓ તે નેતાઓમાંથી છે, જે પોતાની મહેનતે ઉંચે ચડ્યા હોય

યેદિયુરપ્પા: જે મિલમાં ક્લાર્ક હતા તેના માલિકની પુત્રી સાથે કર્યા લગ્ન, હવે ચોથી વખત બન્યાં CM

બેંગ્લુરૂ : કર્ણાટકની રાજનીતિમાં બુકાનાકેરે સિંદ્દાલિગપ્પા યેદિયુરપ્પા (Bookanakere Siddalingappa Yediyurappa) એકવાર ફરીથી મોટા નેતા બનીને ઉભર્યા છે. બીએસ યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકનાં મુખ્યમંત્રી બન્યા. કર્ણાટકનાં રાજનીતિમાં તેઓ તેનેતાઓ પૈકી છે, જેની મહેનતથી ભાજપે સત્તામાં પરત ફર્યા. 80નાં દશકમાં જ્યારે ભાજપનીસ્થાપના થઇ તે સમયે કર્ણાટકની રાજનીતિમાં ભાજપને કોઇ નથી જાણતા, પરંતુ અનંત કુમાર અને યેદિયુરપ્પા જેવાએ ભાજપને પહેલીવાર દક્ષિણનાં કોઇ રાજ્યમાં સત્તાનાં સિહાસન સુધી પહોંચાડ્યા હતા.

આઝમની પત્ની તંજીમ ફાતિમાનું મોટુ નિવેદન, માફી નહી માંગે આઝમ ખાન
27 ફેબ્રુઆરી 1943નો જન્મ યેદિયુરપ્પાએ પોતાની માંને ચાર વર્ષની ઉંમરમાં જ ગુમાવી દીધા હતા. તેમનો જન્મ તો મંડ્યા જિલ્લાના બુકાનકેરે ગામમાં થયું, જો કે તેમની કર્મભુમિ બન્યું શિવમોગા. જ્યાંથી તેઓ સાંસદ બન્યા અને તેમનો પુત્ર સાંસદ છે. કોલેજના અભ્યાસ યેદીએ મંડ્યાનાં પીઇએસ કોલેજથી કરી. 

કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસએ યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારંભનો બહિષ્કાર કર્યો
1965માં સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં તેઓ ક્લાર્ક તરીકે નિયુક્ત થયા. જો કે ઝડપથી તેઓ પોતાની નોકરી છોડીને શિકારપુરા આવી ગયા. અહીં તેમણે વીરભદ્ર શાસ્સ્ત્રીની શંકર રાઇસ મિલમાં ક્લાર્ક તરીકે જોઇ કર્યું. 1967માં તેમણે મિલ માલિકની પુત્રી મિથરાદેવી સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ તેમણે શિમોગામાં જ એક હાર્ડવેરની દુકાન ચાલુ કરી. યેદિનાં 5 બાળકો છે. જેમાંથી ત્રણ પુત્રીઓ અને બે પુત્ર છે.

મોદી સરકારે આ નિર્ણય પર લગાવી મહોર, 8 રાજ્યોનાં લોકોને થશે મોટો ફાયદો
સંઘે ચાલુ કરી મુસાફરી
યેદી 1970ની આસપાસ સંઘના સંપર્કમાં આવ્યા. 1972માં તેઓ શિકારીપુરા મ્યૂનિસિપાલિટીનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓ પોતાની તાલુકાના જનસંઘ અધ્યક્ષ તરીકે ચૂંટાયા. 1975માં શિકારીપુરા મ્યૂનિસિપાલિટીનાં અધ્યક્ષ બન્યા. 1985માં શિમોગા જિલ્લાનાં ભાજપ અધ્યક્ષ બન્યા. 1988માં જ તેઓ પાર્ટી રાજ્યનાં અધ્યક્ષ બની ગયા. તે અગાઉ 1983માં તેઓ પહેલીવાર શિકારીપુરા વિધાનસભાથી ધારાસભ્ય બન્યા. આ વિધાનસભામાં તેઓ 6 વખત ધારાસભ્ય બન્યા. 

એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી
1994માં વિધાનસભામાં વિપક્ષ નેતા બન્યા. 1999માં તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી પણ હાર્યા. જો કે ભાજપે તેમને કાઉન્સિલ માટે ચૂંટ્યા. 2004માં તેઓ ફરીથી ચૂંટાયા. ભાજપ સૌથી મોટી પાર્ટી બની. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રીની ખુરશીથી સહેજ છેટા રહી ગયા.

ભારતમાં પહેલીવાર જોઇન્ટ વૉર ગેમ, જેસલમેરમાં 8 દેશો વચ્ચે થશે ટક્કર
બીએસ યેદિયુરપ્પા પહેલીવાર 12 નવેમ્બર, 2007ના રોજ મુખ્યમંત્રી બન્યા પરંતુ સાત દિવસમાં જ તેમની સરકાર પડી ભાંગી. બીજી વખત 30 મે, 2008માં તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા અને 31 જુલાઇ 2011 સુધી પદ પર રહ્યા. જો કે કાર્યકાળ પુર્ણ કરતા પહેલા જ તેમણે રાજીનામું આપવું પડ્યું અને તેમના સ્થાને ડીવી સદાનંદ ગૌડા મુખ્યમંત્રી બની ગયા. 2018માં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ્યારે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી તો યેદિયુરપ્પા ફરીથી મુખ્યમંત્રી બન્યા પરંતુ બે દિવસમાં જ રાજીનામું આપ્યું. હવે જેડીએસ-કોંગ્રેસની સરકાર પડી ભાંગ્યા બાદ તેઓ ચોથી વખત મુખ્યમંત્રી બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news