Bilkis Bano SC Case: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ગુજરાત સરકારના આદેશને કર્યો રદ

Bilkis Bano Supreme Court Decision: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને બદલ્યો. 11 દોષિતોને સરકારે સજામુક્ત કર્યા હતા... હવે ફરી જેલમાં જવાનો વારો આવ્યો  

Bilkis Bano SC Case: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ગુજરાત સરકારના આદેશને કર્યો રદ

Bilkis Bano SC Verdict : બિલ્કિસ બાનું કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સમય પહેલાં દોષિતોને છોડવાના ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાત સરકારને મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું દોષિતોની મુકિતનો નિર્ણય ગુજરાત સરકાર ના લઈ શકે. દોષિતોને મુક્ત કરવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે રહેશે. 

કોર્ટે આરોપીઓને સમય પહેલા મુક્તિનો ગુજરાત સરકારનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત સરકાર નહીં, પરંતુ મહારાષ્ટ્ર સરકારને રિલીઝ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે.

 

 

કોર્ટે કહ્યું કે, ગુનો ભલે ગુજરાતમાં થયો હોય, પરંતુ મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચાલી રહી હોવાથી ગુજરાત સરકારને નિર્ણય લેવાનો અધિકાર નથી. આ ખોટું હતું, કોર્ટે પીઆઈએલ વિશે કંઈ કહ્યું નથી. બિલિકિસની અરજી સુનાવણી માટે યોગ્ય માનવામાં આવી હતી. બિલિકિસ પીડિત છે, તેણે પીઆઈએલ દાખલ કરી નથી. કોર્ટે કહ્યું, SCનો મે 2022નો આદેશ સાચો નહોતો. તે સમયે દોષિતે કોર્ટથી હકીકત છુપાવી હતી

ગુજરાત સરકારે 11 આરોપીને મુક્ત કર્યા હતા
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આરોપીઓની સમય પહેલા જેલમુક્તિના મામલામાં સુનાવણી પૂર્ણ કરી લીધી છે. કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરતા પહેલા સરકારને રીલીઝ રેકોર્ડનું ભાષાંતર કરવા અને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે 2022 માં દોષિતોને તેમની સજા માફ કરીને મુક્ત કર્યા હતા.  ગુજરાત સરકારે 15મી ઓગસ્ટ 2022ના રોજ આ દોષિતોને મુક્ત કર્યા હતા. મામલો એ સમયે વેગ પકડ્યો જ્યારે મુક્ત થયા બાદ આરોપીઓનું ફૂલ અને હારથી સ્વાગત કરવામાં આવ્યું. ગુનેગારોએ 15 વર્ષની જેલની સજા ભોગવી હતી.

આરોપીને મુક્ત કરવા પર બિલ્કીસ બાનો સુપ્રીમ કોર્ટ ગયા હતા
2002 ગુજરાત રમખાણોની પીડિતા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. બિલકિસ બાનો તરફથી દાખલ પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો તો નિયમ ત્યાંના નિયમ લાગૂ થવા જોઈએ, ગુજરાતના નહીં. અત્યાર સુધી સુભાષિની અલી, રૂપરેખા વર્મા, મહુઆ મોઇત્રા સહિત ઘણા નેતા અને સામાજિક કાર્યકર્તા દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે ગુજરાત સરકારના આદેશને પડકાર્યો હતો. 

છુટેલા આરોપી સાથે એક મંચ પર જોવા મળ્યા હતા ભાજપના નેતા
સરકારની નળથી જળ યોજના સંબંધિત આ કાર્યક્રમમાં બિલ્કીસ બાનો કેસમાં દોષિત શૈલેષ ચીમનલાલ ભટ્ટ ભાજપ સાંસદ અને ધારાસભ્યની બાજુમા બેસેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના કરમાડી ગામમાં 25 માર્ચના રોજ આયોજિત કરાયો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 8, 2024

 

2002ની છે ઘટના
2002ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલકિસ પોતાના પરિવારના 16 સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી 3 માર્ચ 2002ના ત્યાં 20થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. 5 મહિનાની ગર્ભવતી બિલકિસ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલકિસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. 

2002માં મળી હતી આજીવન કેદની સજા
આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 2017માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news