વિશ્વમાં બ્રાંડ ઇન્ડિયાનો દબદબો, શ્રીલંકામાં દોડવા લાગી ભારતમાં બનેલી ટ્રેન

ICFએ હાલમાં જ ટ્રેન-18ના નિર્માણ કર્યું છે જે ભારતની સૌથી ઝડપી ગતિથી ચાલનારી ટ્રેન છે

વિશ્વમાં બ્રાંડ ઇન્ડિયાનો દબદબો, શ્રીલંકામાં દોડવા લાગી ભારતમાં બનેલી ટ્રેન

નવી દિલ્હી : જે ICFએ દેશની સૌથી ઝડપી ગતિવાળી Train -18 આપી તેણે જ બનાવી છે ટ્રેન S-13. આજે આ ટ્રેન શ્રીલંકામાં દોડી રહે છે. એસ-13 ટ્રેનનો વિકાસ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરવામાં આવ્યો અને શ્રીલંકામાં એક્સપોર્ટ કરવામાં આવી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ લીલી ઝંડી દેખાડીને ટ્રેનને રવાના કરી. ટ્રેનની આગળ ભારત અને શ્રીલંકાનો ઝંડો ફરકી રહ્યો છે. રેલમંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. 

ઓછી કિંમતના કારણે વધી વિદેશોમાં માંગણી
પીયૂષ ગોયલે ટ્વીટમાં લખ્યું કે, મેક ઇન ઇન્ડિયા મેડ ઓર વર્લ્ડ, ભારતની રેલ કોચ ફેક્ટ્રી આઇસીએફ ચેન્નાઇમાં બનેલી ટ્રેન હવે શ્રીલંકામાં દોડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલગાડી ખુબ જ આરામથી 200 કિલોમીટરની ગતિ પર ચલાવાઇ શકે છે. યુરોપ તથા પસ્ચિમી દેશોમાં રહેલ આધુનિક સિગ્નલિંગની વ્યવસ્થા હેઠળ પણ આ રેલગાડીને ચલાવી શકાય છે. તેની માંગ વિદેશમાં વધવાનું મુખ્ય કારણ એ જ છે કે જે કિંમત પર આ ટ્રેનને બનાવવામાં આવી છે. આ ખુબ જ આકર્ષક છે. વિશ્વમાં ક્યાંય પણ આ કિંમત પર આ પ્રકારની ટ્રેન નથી બનાવવામાં આવી રહી છે. 

— Piyush Goyal (@PiyushGoyal) January 29, 2019

અનેક દેશોનાં નિકાસ પર કરી રહી છે ICF
રેલવેની ચેન્નાઇ ખાતેની આઇસીએફ કોચ ફેક્ટ્રી મલેશિયા, ફિલિપીંસ, તાઇવાન, વિયતનામ, બાંગ્લાદેશ, તંજાનિયા, મોજેમ્બિક, અંગોલા, નાઇજીરિયા, યુગાંડા તથા કેટલાક અન્ય દેશો માટે રેલગાડીઓનાં ડબ્બા તથા તેનાં પુર્જાઓ બનાવીને નિકાસ કરી રહી છે. બીજી તરફ શ્રીલંકાને ખાસ પ્રકારની ડીએમયુ ટ્રેન આપવામાં આવી છે. 

— Piyush Goyal (@PiyushGoyal) December 20, 2018

શ્રીલંકાના મોટા ભાગના હિસ્સાઓ સમુદ્ર કિનારાની નજીક છે. એવામાં અહીં લોખંડમાં કાટ લાગવાની સમસ્યા રહે છે. તેને ધ્યાનમાં રાખતા આ રેલગાડીને ખાસ પ્રકારનાં સ્ટીલથી બનાવવામાં આવી છે. આ સ્ટીલ પર કાટ નથી લાગતો. આ ગાડી મુદ્દે રેલગાડી ખુબ જ ઉત્સાહિત છે અને ગુણવત્તાને ધ્યાનમાં રાખતા ICFને વધારે ઓર્ડર આપવા અંગે પણ વિચારણા કરી રહ્યા છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news