DRDO ચીફે બ્રહ્મોસ અને અન્ય મિસાઈલ પરીક્ષણો વિશે આપ્યું મોટું નિવેદન, દુશ્મનોને છૂટશે પરસેવો

ભારતે હાલમાં જ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું (Brahmos Supersonic cruise missile) સફળ પ્રાયોગિક પરીક્ષણ કર્યું હતું જેની મારક ક્ષમતા 400 કિલોમીટરથી વધુ છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ આ મિસાઈલનું પરીક્ષણ બાલાસોરના ચાંદીપુર સ્થિત આઈટીઆરથી થયું હતું. હવે ડીઆરડીઓ પ્રમુખ જી સતીષ રેડ્ડીએ બ્રહ્મોસ ઉપરાંત અન્ય મિસાઈલોના પરીક્ષણ ઉપર પણ માહિતી આપી. 

DRDO ચીફે બ્રહ્મોસ અને અન્ય મિસાઈલ પરીક્ષણો વિશે આપ્યું મોટું નિવેદન, દુશ્મનોને છૂટશે પરસેવો

બેંગ્લુરુ: ભારતે હાલમાં જ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું (Brahmos Supersonic cruise missile) સફળ પ્રાયોગિક પરીક્ષણ કર્યું હતું જેની મારક ક્ષમતા 400 કિલોમીટરથી વધુ છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ આ મિસાઈલનું પરીક્ષણ બાલાસોરના ચાંદીપુર સ્થિત આઈટીઆરથી થયું હતું. હવે ડીઆરડીઓ પ્રમુખ જી સતીષ રેડ્ડીએ બ્રહ્મોસ ઉપરાંત અન્ય મિસાઈલોના પરીક્ષણ ઉપર પણ માહિતી આપી. ડીઆરડીઓ ચીફે કહ્યું કે, 'અમે દેશની અંદર સેનાની જરૂરિયાત મુજબ કોઈ પણ પ્રકારની મિસાઈલ બનાવી શકીએ છીએ.' તેમણે એમ પણ કહ્યું કે બ્રહ્મોસમાં સ્વદેશી પ્રણાલીનો ઉપયોગ થયો છે. 

5 ઓક્ટોબરના રોજ ટોરપીડો(SMART)ના સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝનું સફળ પરીક્ષણ કરાયું હતું. જેના પર DRDO પ્રમુખે કહ્યું કે, 'આ પ્રણાલી સંપૂર્ણ રીતે સિદ્ધ થતા અને સશસ્ત્ર દળોમાં સામેલ થયા બાદ નેવીની ક્ષમતા વધી જશે.'

— ANI (@ANI) October 14, 2020

7 સપ્ટેમ્બરે હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન વ્હીકલના ઉડાણ પરીક્ષણ પર તેમણે કહ્યું કે "આ પહેલીવાર છે કે જ્યારે ડીઆરડીઓએ સારા પ્રમાણમાં આ રીતે પ્રયોગ કર્યો છે અને તેણે સફળતાપૂર્વક કામ કર્યું છે. તેણે અમારા માટે આ ટેક્નોલોજી પર લાંબા સમય સુધી કામ કરવાનો એક માર્ગ પ્રશસ્ત કર્યો. તેમણે કહ્યું કે આ તમામ ચીજો પર કામ કરવા અને એક સંપૂર્ણ મિસાઈલ પ્રણાલી તૈયાર કરવામાં આપણને લગભગ 4-5 વર્ષ લાગશે."

9 ઓક્ટોબરે રુદ્રમ એન્ટી રેડિએશન મિસાઈલના સફળ પરીક્ષણ પર તેમણે કહ્યું કે, "આ એક વિમાનથી લોન્ચ થનાર એન્ટી રેડિએશન મિસાઈલ(Anti-Radiation Missile) છે. તે કોઈ પણ ઉત્સર્જક તત્વની ભાળ મેળવવામાં સક્ષમ હશે. તમે તે ઉત્સર્જક તત્વોને લોક કરી શકશો અને તેના પર હુમલો કરી શકશો. તેમણે કહ્યું કે અમારે વિભિન્ન પરિસ્થિતિઓમાં પૂર્ણ પ્રણાલી ટેક્નોલોજીને સાબિત કરવા માટે કેટલાક વધુ પરીક્ષણ કરવાની જરૂર છે. એકવાર થઈ ગયા બાદ તે વાયુસેનામાં સામેલ થશે અને દુશ્મનોના ઉત્સર્જક તત્વો પર હુમલો કરવામાં વાયુસેનાને મજબૂત કરશે."

DRDO પ્રમુખે 12 ઓક્ટોબરના રોજ નિર્ભય સબ-સોનિક ક્રુઝ મિસાઈલના ઉડાણ પરીક્ષણ પર કહ્યું કે, "નિર્ભયનું પહેલા પણ પરીક્ષણ થઈ ચૂક્યું છે અને તેણે પોતાના તમામ પરીક્ષણોને સફળતાપૂર્વક પૂરા કર્યા છે. અમે ફક્ત તેમા સ્વદેશી સામગ્રી વધારવા માંગતા હતાં. ત્યારબાદ તેમા કેટલીક ખામીઓ જોવા મળી, જે અમે જોઈ રહ્યા છીએ." 

(ઈનપુટ- ANI)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news