સૂર્યોદય પહેલા અજમાવો આ એક અકસીર ઉપાય, ઘરના સઘળા દુ:ખ ચપટીમાં થશે દૂર

સૂર્યોદય પહેલા અજમાવો આ એક અકસીર ઉપાય, ઘરના સઘળા દુ:ખ ચપટીમાં થશે દૂર

ઘરમાં ખુશાલીભર્યું વાતાવરણ રહે, બીમારીઓ  દૂર રહે, શાંતિ જળવાય...એવું કોણ ન ઈચ્છે? આજના સમયમાં આ બધી વસ્તુ ખુબ જરૂરી છે. જે પરિવારમાં આ વસ્તુઓ હોય તે નસીબદાર ગણાય છે. પરંતુ સત્ય તો એ છે કે આજે દરેક ઘરમાં કોઈ ને કોઈ સમસ્યા હોય છે. આર્થિક તંગી તો ઘર ઘરની સમસ્યા બની ગઈ છે. 

પરિવારના સભ્યો સતત ધન કમાવવાની કોશિશમાં લાગેલા રહે છે પરંતુ કોઈને કોઈ કારણસર ધન પાણીની જેમ વહી જાય છે. અંતમાં જો કઈ વધે તો તે છે ફક્ત દુખ અને બદહાલી, પરંતુ આવું તમારી સાથે ન થાય અને પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે તે માટે એક ટોટકો છે, જે અજમાવીએ તો ઘરમાં શાંતિ રહી શકે છે. 

હિન્દુ શાસ્ત્રો મુજબ આ ટોટકો સવાર સવારમાં કરી શકાય છે. ત્યારબાદ આખા દિવસમાં આ ઉપાય અજમાવી શકો નહીં. આ ઉપાય આ રીતે અજમાવો. 

જુઓ LIVE TV

કેવી રીતે અજમાવશો ઉપાય
સવારે સૂર્યોદય થતા પહેલા કે પછી ઓછામાં ઓછો સૂર્યોદય થઈ રહ્યો હોય તે સમયે ઘરની છત પર એક મુઠ્ઠી કાળા તલ લઈને ચઢાવો. જેને સંપૂર્ણ જોર સાથે એક જ વારમાં ઘરની છત પર ફેંકીને ફેલાવી દો. 

એવી માન્યતા છે કે જેમ જેમ પક્ષીઓ આવીને આ તલના આ દાણા ખાશે તેમ તેમ ઘરનું દુ:ખ અને દરિદ્રતા પોતાની સાથે લઈ જશે. આ ટોટકો સૂર્યોદય પહેલા કરવામાં આવે તો વધુ ફળદાયક નીવડે છે. આ ઉપાય તે જ વ્યક્તિ કરી શકે  જેણે તે સમયે સ્નાન કર્યું હોય અને શારીરિક રીતે શુદ્ધ હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news