VIDEO : નિશિકાંત દુબેના પગ ધોઇને BJP કાર્યકર્તાએ પીધું પાણી, ટ્રોલ થઇ રહ્યા છે સાંસદ

વાયરલ તસવીરમાં સાર્વજનિક સ્થળ પર એક કાર્યકર્તા તેમના પગ ધોઇને પાણી પી ગયા. આશ્વર્યની વાત તો એ છે કે સાંસદે કાર્યકર્તાઓને આમ કરતાં અટકાવ્યા નહી, પરંતુ તે ફોટાને પોતાના ફેસબુક પેજ પરથી શેર કરી દીધો.

VIDEO : નિશિકાંત દુબેના પગ ધોઇને BJP કાર્યકર્તાએ પીધું પાણી, ટ્રોલ થઇ રહ્યા છે સાંસદ

રાંચી: ઝારખંડના ગોડ્ડાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ નિશિકાંત દુબેએ પોતાની એક ફોટાને લઇને સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ થઇ રહી છે. વાયરલ તસવીરમાં સાર્વજનિક સ્થળ પર એક કાર્યકર્તા તેમના પગ ધોઇને પાણી પી ગયા. આશ્વર્યની વાત તો એ છે કે સાંસદે કાર્યકર્તાઓને આમ કરતાં અટકાવ્યા નહી, પરંતુ તે ફોટાને પોતાના ફેસબુક પેજ પરથી શેર કરી દીધો. ફોટો પોસ્ટ થતાં ભાજપના સાંસદ ટ્રોલ થવા લાગ્યા. તેમની જોરદાર ટીકા થવા લાગી. વિપક્ષે પણ હુમલો કર્યો. 

ઘટનાએ એટલું જોર પકડ્યું કે ભાજપ સાંસદે સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે જો કાર્યકર્તા પગ ધોઇને ખુશી વ્યક્ત કરી રહ્યા છે, તો શું ગજબ થયો? સાથે જ તેમણે કહ્યું કે પગ ધોવા તો ઝારખંડમાં અતિથિ માટે થતું રહ્યું છે. કાર્યક્રમમાં આદિવાસી મહિલાઓ શું આમ નથી કરતી? તેને રાજકીય રંગ કેમ આપવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે શું અતિથિના પગ ધોવા ખોટા વત છે? આપણા પૂર્વજોને પૂછો, મહાભારતમાં કૃષ્ણ જીએ શું પગ ધોયા ન હતા?

નિશિકાંત દુબે રવિવારે કનભારા પુલના શિલાન્યાસના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. સાંસદ સન્માનમાં ભાજપના કાર્યકર્તા પંકજ સાહે કહ્યું કે પુલનો શિલાન્યાસ કરી સાંસદે ખૂબ મોટો ઉપકાર કર્યો છે. તેના માટે તેના પગ ધોઇને પીવાનું મન કરે છે. 

સંબોધન સમાપ્ત કરતાં તેમણે મંચ પર થાળી અને પાણી મંગાવ્યું અને નિશિકાંત દુબેના પગ ધોયા. નિશિકાંત દુબેએ પણ કાર્યકર્તાઓને રોકવાના બદલે પગ આગળ કરી દીધા. પગ ધોયા પછી કાર્યકર્તાએ રૂમાલ વડે પગને સાફ કર્યા. વાત ત્યાં જ પુરી થતી નથી. ભાજપ કાર્યકર્તા સાંસદને ખુશ કરવા માટે તે ગંદા પાણીને ચરણામૃતની માફક પી ગયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news