ચૂંટણી તૈયારીઓ પહેલા BJPનું મહામંથન, પાર્ટીમાં મોટા ફેરફારની તૈયારી!

BJP Ready For Lok Sabha: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ ચૂંટણીની તૈયારી પહેલા ભાજપમાં મેરેથોન બેઠક ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો પાર્ટીની અંદર ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને બીએલ સંતોષ સાથે બીજી બેઠક કરી છે.

ચૂંટણી તૈયારીઓ પહેલા BJPનું મહામંથન, પાર્ટીમાં મોટા ફેરફારની તૈયારી!

નવી દિલ્હીઃ Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપ (BJP)માં સર્વોચ્ચ સ્તરે બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે 15 કલાકની અંદર બે વખત મેરાથોન બેઠક કરી ચૂંટણી તૈયારીઓ સાથે જોડાયેલા સંગઠનાત્મક પાસાંઓને લઈને વિસ્તારથી ચર્ચા કરી છે. અમિત શાહ, જેપી નડ્ડા અને બીએલ સંતોષની પ્રથમ બેઠક સોમવારે મોદી રાત્રે ભાજપના મુખ્યાલયના કેન્દ્રીય કાર્યાલયમાં થઈ હતી. સોમવારે મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ ત્રણેય નેતાઓએ મંગળવારે ફરી બેઠક કરવાનો નિર્ણય લીધો. માત્ર 15 કલાકની અંદર ભાજપના ટોચના ત્રણ નેતાઓએ મંગળવારે ફરી કેન્દ્રીય કાર્યાલય પર વિસ્તારથી બેઠક યોજી હતી.

પાર્ટીમાં થઈ શકે છે ફેરફાર
ભાજપના ત્રણેય સર્વોચ્ચ નેતાઓની આ મેરાથોન બેઠકને લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખતા પાર્ટીને નવા રૂપ-રંગ અને ક્લેવરની કવાયતના રૂપમાં જોવામાં આવી રહી છે. સૂત્રો પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય સંગઠનથી લીને ઘણા પ્રદેશોમાં સંગઠનના ફેરફારનું માળખું બંને બેઠકોમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેની જાહેરાત આવનારા સમયમાં પાર્ટી કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડ રાષ્ટ્રીય પદાધિકારીોની ટીમમાં ખાલી પદોને ભરવાની સાથે જવાબદારીમાં ફેરફાર કરી શકે છે. દેશભરમાંથી કેટલાક નવા ચહેરાને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને મજબૂત કરવા અને સાથે વધુ સક્રિય બનાવવા માટે ઘણા પ્રદેશોના પ્રભારી બદલી શકાય છે. 

મધ્ય પ્રદેશમાં જોવા મળી શકે છે નવા ચહેરા
મધ્યપ્રદેશ સિવાય જ્યાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ મધ્ય પ્રદેશમાં ભાજપે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવાની છે કારણ કે ભાજપે માર્ચ 2020માં કમલનાથની કોંગ્રેસ સરકાર પડવાના એક મહિના પહેલા 15 ફેબ્રુઆરી 2020ના લોકસભા સાંસદ વિષ્ણુ દત્ત શર્માને પ્રદેશ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કર્યા હતા, જેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડ જલદી મધ્ય પ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષની સાથે ઘણા અન્ય પ્રદેશોમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષોના નામની જાહેરાત કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news