ભાજપે ન આપી મનોહર પર્રિકરનાં પુત્રને ટિકિટ, પેટા ચૂંટણીનાં 3 ઉમેદવાર જાહેર

ભારતીય જનતા પાર્ટીએ પણજીમાં 19 મેનાં રોજ પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુંકોલિએંકરને ઉમેદવાર બનાવાઇ રહ્યા છે. આ સીટથી ગોવાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકર મુખ્યમંત્રી હતા, જેનો 17 માર્ચને નિધન થઇ ગયું હતું. તેનાં નિધનનાં કારણે આ સીટ ખાલી થઇ હતી, જેના પર પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. 
ભાજપે ન આપી મનોહર પર્રિકરનાં પુત્રને ટિકિટ, પેટા ચૂંટણીનાં 3 ઉમેદવાર જાહેર

પણજી : ભારતીય જનતા પાર્ટીએ પણજીમાં 19 મેનાં રોજ પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુંકોલિએંકરને ઉમેદવાર બનાવાઇ રહ્યા છે. આ સીટથી ગોવાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકર મુખ્યમંત્રી હતા, જેનો 17 માર્ચને નિધન થઇ ગયું હતું. તેનાં નિધનનાં કારણે આ સીટ ખાલી થઇ હતી, જેના પર પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. 

આ વાતની અટકળો લગાવાઇ રહી હતી કે પર્રિકરનાં પુત્ર ઉત્પલને ટિકિટ આપવામાં આવશે. ભાજપની વેબસાઇટ પર સિદ્ધાર્થને ટિકિટ આપવા અંગે નિવેદને તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. આ સાથે જ ભાજપે કર્ણાટકમાં બે સીટો માટે યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણી માટે પાર્ટીનાં ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. કર્ણાટકમાં ચિંચોલીથી અવિનાશ જાધવને અને કુંડગોલથી એસઆઇ ચિક્કાનગોદરને મેદાનમાં ઉતાર્યા છે. 

ભાજપનાં કેન્દ્રીય ચૂંટણી સમિતીના સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રવિવારે બપોર બાદ તેમના ઉમેદવારની જાહેરાત કરી. ગોવામાં 2017માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં આ સીટથી સિદ્ધાર્થની જીત થઇ હતી. ત્યાર બાદ તેમણે પર્રિકર માટે આ સીટ છોડી દીધી હતી. પર્રિકર તે સમયે સંરક્ષણ મંત્રી હતા અને તેમને ગોવાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

— ANI (@ANI) April 28, 2019

આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભાજપ પણજી સીટથી પર્રિકરનાં પુત્રને મેદાનમાં ઉતારી શકે છે. જો કે જ્યા સુધી મનોહર પર્રિકર હતા, તેનાં પુત્ર રાજનીતિથી દુર હતા, પરંતુ તેમના નિધન બાદ માનવામાં આવી રહ્યું હતું કે, તેમનાં મોટા પુત્ર ઉત્પલ તેમના વારસ બની શકે છે. જો કે ભાજપ હાઇકમાન્ડે આવું કરવાનું ટાળ્યું હતું. 

અનેક પરિવારો પણ થઇ ચુક્યા છે નિરાશ
એવું પહેલીવાર નથી, જ્યારે પાર્ટીએ કોઇ નેતાની ગેરહાજરીની અનુપસ્થિતીમાં તેનાં પરિવારજનને નજરઅંદાજ કર્યું છે. કર્ણાટકમાં અનંતકુમારનાં બદલે તેમની પત્નીને પણ પાર્ટીએ ટિકિટ નહોતી આપી. ઇંદોર સીટ પર સુમિત્રા મહાજનનાં બદલે તેમનાં કોઇ પરિવારને ટિકિટ નથી આપવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news