મહાગઠબંધનના શક્તિ પ્રદર્શન બાદ આજે રામલીલા મેદાનમાં ભાજપ કરશે શક્તિ પ્રદર્શન
યુવા વિજય સંકલ્પ મહારેલીને મધ્યપ્રદેશના સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણ સંબોધિત કરશે
Trending Photos
નવી દિલ્હી : આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી માટે કોઇ પણ પાર્ટી પોતાનાં પ્રચારમાં પાછળ રહેવા નથી માંગતી. શનિવારે કોલકાતામાં તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીની રેલીમાં વિપક્ષને એક થવાનું આહ્વાન કર્યું અને રવિવારે એટલે કે આજે ભાજપ દિલ્હીનાં રામલીલા મેદાનથી પોતાનું શક્તિપ્રદર્શન કરશે. ભાજપના શક્તિ પ્રદર્શન માટે આજે રામલીલા મેદાનમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
શિવરાજ, મનોજ તિવારી સંભાળશે મંચ
આ યુવા વિજય સંકલ્પ મહારેલીને મધ્યપ્રદેશનાં સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહે અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણ સમ્બોધિત કરશે. તે ઉપરાંત ભાજપ યુવા મોર્ચાનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને વર્તમાન ભાજપ યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂનમ મહાજન અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પણ આ રેલીને સંબોધિત કરશે.
યુવાનોને જોડવા માટે ટોલ ફ્રી નંબર
આ શક્તિ પ્રદર્શનમાં મહત્તમ યુવાનોને જોડવામાં આવી શકે તેના માટે ભાજપની તરફથી એક ટોલફ્રી નંબર ઇશ્યું કરવામાં આવ્યું છે. 18002001080 ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ કરવા લોગો ભાજપ સાથે જોડાઇ શકે છે. મળતી માહિતી અનુસાર રામલીલા મેદાન સાથે ભાજપ એક વાર ફરીથી Namo againનો નારો બુલંદ કરવાનો પ્રયાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે