ઉત્તરાખંડ: 'રોટીવાળો' ફોર્મ્યુલા ફેલ થઈ ગયો, ભાજપની ઐતિહાસિક જીત તરફ આગેકૂચ, આપનું સૂરસૂરિયું

દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 3 રાજ્યોમાં ભાજપ લીડ ધરાવે છે. ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં રોટી પલટનારો ફોર્મ્યુલા ચાલતો જોવા મળી રહ્યો નથી.

ઉત્તરાખંડ: 'રોટીવાળો' ફોર્મ્યુલા ફેલ થઈ ગયો, ભાજપની ઐતિહાસિક જીત તરફ આગેકૂચ, આપનું સૂરસૂરિયું

નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 3 રાજ્યોમાં ભાજપ લીડ ધરાવે છે. ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં રોટી પલટનારો ફોર્મ્યુલા ચાલતો જોવા મળી રહ્યો નથી. રાજ્યની 70 બેઠકોના ટ્રેન્ડ આવી ગયા છે જેમાં ભાજપ હાલ 45 બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટી અને બસપાનું તો ખાતું પણ ખુલ્યું નથી. 

રોટી પલટનારો ફોર્મ્યુલા ન ચાલ્યો
રાજ્યનો ઈતિહાસ જોઈએ તો ઉત્તરાખંડમાં દર 5 વર્ષે નવી સરકાર આવે છે આવામાં કોંગ્રેસની સરકાર બનવાની અટકળો થઈ રહી હતી. કહેવાતું હતું કે રોટી પલટશે નહીં તો બળી જશે. પરંતુ જનતાનો મૂડ કઈક બીજો જ જોવા મળી રહ્યો છે અને ઉત્તરાખંડમાં ભાજપ બહુમતથી આવે તેવી ભરપૂર શક્યતાઓ છે.

65 ટકા મતદાન થયું હતું
ઉત્તરાખંડની 70 બેઠકો છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે તેવું કહેવાતું હતું. ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન થયું હતું અને લગભગ 65 ટકા મતદાન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news